IFFCO Election: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર
IFFCO Gujarat Election: 9મી મેને ગુરુવારે આ ચૂંટણીમાં મતદાન માટે ભાજપે 182 મતદારોને મેન્ડેટ આપ્યો છે તેવા સહકાર સેલના બિપીન પટેલની તરફેણ માટે કો વ્હિપ જાહેર કર્યો છે. આ પરિસ્થિતિને વચ્ચે ગુજરાતભરમાં સહકારી મતદારો લોકસભા કરતા ઈફ્કોની ચૂંટણી કોણ જીતે છે તેના પર નજર ટાંપીને બેઠા છે. હાલમાં સહકાર ક્ષેત્રમાં આ જબરદસ્ત રસાકસી ભરી સ્થિતિ છે.
IFFCO Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઈફકોની ચૂંટણીની ગુજરાતમાં ભારે ચર્ચા છે. ઈફકોની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પક્ષના મેન્ડેટનો ધરાર અવગણીને ઉમેદવારી બરકરાર રાખતા ભાજપ ફસાઈ છે. 9મી મેને ગુરુવારે આ ચૂંટણીમાં મતદાન માટે ભાજપે 182 મતદારોને મેન્ડેટ આપ્યો છે તેવા સહકાર સેલના બિપીન પટેલની તરફેણ માટે કો વ્હિપ જાહેર કર્યો છે. આ પરિસ્થિતિને વચ્ચે ગુજરાતભરમાં સહકારી મતદારો લોકસભા કરતા ઈફ્કોની ચૂંટણી કોણ જીતે છે તેના પર નજર ટાંપીને બેઠા છે. હાલમાં સહકાર ક્ષેત્રમાં આ જબરદસ્ત રસાકસી ભરી સ્થિતિ છે.
આજે કતલની રાત…મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક
ભાજપના સહકાર સંગઠનમાં બે ભાગલા
આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારો વચ્ચે જંગ થવાની છે. આગામી 9 મે ના દિવસે મતદાન થશે. ઈફ્કોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ ૧૮૨ મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. આવામાં ગુજરાતના 180 મત વિભાજિત થઈ જવાની શક્યતા વધુ છે. આ મતોનું વિભાજન થતાં અણધાર્યું પરિણામ આવે તેવી શક્યતા છે. આ બતાવે છે કે, ભાજપના સહકાર સંગઠનમાં બે ભાગલા પડ્યાં છે. જયેશ રાદડિયા હાલમાં મનસુખ માંડવિયાને જીતાડવા માટે દોડાદોડી કરી રહ્યાં છે પણ એમની સીધી નજર ઈફકોની ચૂંટણી પર છે.
અહો આશ્ચર્યમ્! ગુજરાતમાં ધો.4ની છાત્રાનું પરિણામ વાયરલ, શિક્ષકનું અતિજ્ઞાન...
રાદડિયા જેતપુરના ધારાસભ્ય
ઈફ્કોની ચૂંટણી 9મી મેના રોજ છે અને લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ છે, સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો છે. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા છે પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નથી.
મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભ
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાઈ છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના છે. જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે. બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે. રાદડિયા ગત ચૂંટણીમાં ઈફ્કોમાં બિનહરિફ ચૂંટાયા હતા. રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે.
અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાને
સૌરાષ્ટ્રના વગદાર નેતા
હવે ઈફ્કોની ચૂંટણીમાં નવી ચર્ચા એ શરૂ થઈ છે કે, રાજ્ય સ્તરેથી મેળવવામાં આવેલા મેન્ડેટની માફક જ કેન્દ્ર સ્તરેથી નવા મેન્ડેટ ઈશ્યૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સહકારી ક્ષત્રેમાં મજબૂત પકડ ધરાવતા અમિત શાહ આ મામલે વિટો વાપરી તેવી ચર્ચા ઉઠી છે. આ વચ્ચે શિસ્તબદ્ધ પાર્ટીમાં બળવાખોરી થઈ છે. બિપીન પટેલે બળવાખોરો સામે પગલા લેવાની લાગણી વ્યક્ત કરી છે. તો બીજી તરફ, જયેશ રાદડિયા અને પંકજ પટેલે પોતાની તરફેણમાં કેન્દ્રીય નેતાગીરી તરફથી મેન્ટેડ ઈશ્યૂ થાય તેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. જયેશ રાદડિયાની વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્રના વગદાર નેતા છે. સૌરાષ્ટ્રના મત પર તેમનું સારુ વર્ચસ્વ છે. તેમજ મોડાસાના પંકજ પટેલ પણ સારું પીઠબળ ધરાવે છે. હવે આ વચ્ચે અમિત શાહના ખાસ બિપીન પટેલ કેટલા ફાવી જાય છે તે તો 9 તારીખે ખબર પડશે.
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા
ઈફકોમાં ‘સુરતવાળી' થઈ !
સુરતનું કોપી ટું કોપી દિલ્હીમાં ઈફકોની ચૂંટણીમાં થયું છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરના કોંગ્રેસી વિજય ઝાટકિયાએ ઉમેદવારી કર્યા બાદ ફોર્મ ચકાસણીને તબક્કે તેમના બંને ટેકેદારો દિલ્હી ગયા હતા. જ્યાં આ બંનેએ ઝાટકિયાના ફોર્મમાં “અમારી સહી નથી” એવું સોગંદનામું મૂકતા કોંગ્રેસના આ નેતાની ઉમેદવારી જ રદ્દ થઈ ગઈ છે ! સહકારી સંસ્થામાં સુરત મોડલનું અનુસરણ થતા ભાજપમાંથી કયા મોરલે કળા કરી તે શોધવા સહકારી આગેવાનો માથું ખંજવાળી રહ્યા છે.
15 દિવસથી સોઢીની કોઈ ભાળ નથી! હવે પિતાએ કર્યો એવો ખુલાસો...જાણીને તમને પણ આઘાત લાગશે