હવે મુંબઇ નહી ગુજરાતમાં બનશે IFSC, કોરોના વચ્ચે રાજકારણ શરૂ
આંતરરાષ્ટ્રીય આર્થિક સેવા કેન્દ્ર (આઇએફએસસી)ને મુંબઇથી ગુજરાતના ગાંધીનગરમાં સ્થળાંતર કરવાના સમાચારથી મહારાષ્ટ્રના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ગયો છે.
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય આર્થિક સેવા કેન્દ્ર (આઇએફએસસી)ને મુંબઇથી ગુજરાતના ગાંધીનગરમાં સ્થળાંતર કરવાના સમાચારથી મહારાષ્ટ્રના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ગયો છે. સત્તાધારી દળ કોંગ્રેસ-એનસીપીએ જ્યાં તેના માટે ભાજપનો ઘેરાવો કર્યો, તો બીજી તરફ ભાજપે તેનો દોષ કોંગ્રેસ-એનસીપી પર ઢોળી દીધો છે. કોરોનાની લડાઇ વચ્ચે આ સમાચારથી રાજકીય વર્તુળમાં હલચલ મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છ્હે કે તમામ નાણાકીય સેવાઓને વિનિયમિત કરવા માટે સરકારે આઇએફએસસી શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે તેનું વડુમથક ગુજરાતના ગાંધીનગરમાં હશે. પહેલાં તેને મુંબઇમાં બનાવવાનું હતું. એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવું છે કે દેશની આર્થિક રાજધાની મુંબઇનું મહત્વ ઓછું કરવા માટે મોદી સરકારે આઇએફએસસીને મુંબઇથી ગાંધીનગર સ્થળાંતરિત કર્યું છે. શરદ પવારે કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને કહી રહ્યા છીએ કે તે એકવાર પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે. દેશની આર્થિક રાજધાનીનો દરજ્જો મુંબઇને બનાવી રાખે.
દિલ્હીને મળનાર મુંબઇના પૈસા રોકી દેશે: શેવાલે
કેન્દ્ર સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં શિવસેના સાંસદ રાહુલ શેવાલે કહ્યું કે જો આઇએફએસસી મુંબઇમાં ન બન્યું તો મુંબઇથી દિલ્હીને મળનાર ટેક્સ કલેક્શન અટકાવી દેવામાં આવશે. મુંબઇ દેશની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર છે. એટલા માટે આઇએફએસસી ગુજરાતના બદલે મુંબઇમાં જ બનવું જોઇએ.
આ મામલે ભાજપે કોંગ્રેસ-એનસીપીને ઘેરી લીધા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આઇએફએસસીની સ્થાપનાને લઇને 2007માં તત્કાલીન કેંદ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચાધિકારી પ્રાપ્ત સમિતિએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. 2014 સુધી તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે ન કોઇ પ્રસ્તાવ રજૂ કર્યો અન ના તો કેન્દ્ર સરકારે ધ્યાન આપ્યું. 20007માં 'વાઇબ્રન્ટ ગુજરાત' સંમેલન દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આઇએફએસસી વિકસિત કરવાનો નિર્ણય લીધો હતો. તેના માટે ઇસીઆઇડીઆઇની રચના પણ કરી દેવામાં આવી હતી. ઇસીઆઇડીઆઇએ 2012 સુધી તમામ માળખુ તૈયારી કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 2015માં કેન્દ્ર સરકારે આઇએફએસસીને લઇને ગિફ્ટ સિટી અમદાવાદનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે સમયે મુંબઇ માટે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
મુંબઇના બીકેસીમાં આપવાની હતી 50 હેક્ટર, આવી ટેક્લિનલ અડચણ
અમદાવાદના પ્રસ્તાવ સંબંધમાં તમામ ઔપચારિતાઓ પુરી કરવામાં આવી, જેથી તેને મંજૂરી મળી ગઇ. તો બીજી તરફ 50 હેક્ટરની જગ્યા બીકેસીમાં આપવાની હતી, જ્યાં ટેક્નિકલ અવરોધ આવ્યા. તેના પર જરૂરી સલાહ લઇને ફરીથી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેન સ્ટેશનરી બીકેસીમાં પ્રસ્તાવિત થવાના કારણે કેન્દ્ર સરકારએ અહીં આઇએફએસસી બનાવવાનો વિચાર કર્યો હતો. આ દરમિયાન ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કામ શરૂ થઇ ગયું. તે સમયે નાણામંત્રી અરૂણ જેટલી કહ્યું કે બે આઇએફએસસી એકસાથે કામ કરી શકે. આ વાત વિચારણા હેઠળ છે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે આજે જે લોકો આરોપ લગાવી રહ્યા છે, તે 2007 થી 2014 સુધી કેમ ચૂપ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube