IIM અમદાવાદનો લોગો બદલાયો, જાણો જૂના અને નવા LOGOમાં શું કરાયો છે ફેરફાર?
આઈઆઈએમ-અમદાવાદ દ્વારા અંતે સંસ્થાનો નવો લોગો જાહેર કરી દેવાયો છે. આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયો જાહેર કરાયા છે. જેમાં નવી ડિઝાઇન, નવીકૃત લોગો સાથે વેબસાઇટનું લોન્ચિંગ કરાયું છે. સાથે જ આઇઆઇએમ, અમદાવાદને બદલે હવે IIMA લખાશે.
અતુલ તિવારી/અમદાવાદ: આઈઆઈએમ-અમદાવાદ દ્વારા અંતે સંસ્થાનો નવો લોગો જાહેર કરી દેવાયો છે. આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયો જાહેર કરાયા છે. જેમાં નવી ડિઝાઇન, નવીકૃત લોગો સાથે વેબસાઇટનું લોન્ચિંગ કરાયું છે. સાથે જ આઇઆઇએમ, અમદાવાદને બદલે હવે IIMA લખાશે.
આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્ને લીધેલા બીજા નિર્ણયમાં જૂના કેમ્પસના કેટલાક ભાગોના પુનર્નિર્માણ/નવીનીકરણ સાથે આગળ વધવાની જાહેરાત કરાઈ છે. IIMA ના ડાયરેક્ટર પ્રોફેસર એરોલ ડીસોઝાએ બોર્ડ વતી આ નિર્ણયોથી સંબંધિત વિગતો જણાવી હતી.
IIMA ના ડાયરેક્ટર પ્રોફેસર એરોલ ડીસોઝાએ જણાવ્યું હતું કે, નવી વેબસાઇટ 'સરળ, સશક્ત અને વૈશ્વિક'ની IIMA બ્રાન્ડ ફિલોસોફીને મૂર્ત બનાવે છે. પુન: નવીકૃત લોગોનો ઉદ્દેશ હાલના IIMA લોગોના તમામ ઘટકોને જાળવી રાખીને આબેહૂબ અને વાઇબ્રન્ટ બ્રાન્ડ ઓળખ આપવાનો હેતું છે. જ્યારે IIMA બોર્ડ ઓફ ગવર્નર્સે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ સાથે મજબૂત જોડાણ પર ભાર મૂકીને વિશ્વાસ, અધિકૃતતા અને વારસાને પ્રેરિત કરે છે.
આઈઆઈએમ-અમદાવાદ દ્વારા સંસ્થાના નવા લોગોમાં સંસ્કૃત શિલાલેખ विद्या विनियोगाद्विकासः (જ્ઞાનના વિતરણ અથવા ઉપયોગ દ્વારા વિકાસ) એ લોગોનો અભિન્ન ભાગ છે. લોગોમાં નેવી બ્લુ રંગમાં સ્પષ્ટ અને બોલ્ડ રેખાઓ અને વળાંકો સાથે 'જાળી' કારીગરીને પણ નવીન કરવામાં આવી છે. સંસ્થાના લોગોમાં 'જાળી' ભારતના પશ્ચિમે સ્થિત શહેર અમદાવાદમાં સંસ્થાના મૂળનું પ્રતીક છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઇ 1982માં બિલ્ડીંગ કમિટીની બેઠકમાં સૌપ્રથમ સ્ટ્રક્ચરના જર્જરિત થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સંસ્થા D15 સિવાયના ફેકલ્ટી બ્લોક્સ, ક્લાસરૂમ કોમ્પ્લેક્સ અને છાત્રાવાસોના વધુ પુનઃસ્થાપનને ચાલુ રાખશે નહીં. ફેકલ્ટી બ્લોક્સ, ક્લાસરૂમ કોમ્પ્લેક્સ અને પેરિફેરલ છાત્રાવાસ 16 થી 18 ના પુનઃનિર્માણ માટે પાછળથી સમાન બાહ્ય અગ્રભાગ, ધરતીકંપની દૃષ્ટિએ સલામત માળખું અને આંતરિક જગ્યાના બિન-મુખ્ય નવીનીકરણ, વપરાશકર્તાઓની જરૂરિયાતોને અનુરૂપ તેની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે RFP પ્રક્રિયા શરૂ કરાશે. છાત્રાવાસોને લુઈસ કાહ્ન વારસાને અનુરૂપ અને કેમ્પસના વર્તમાન અને ભાવિ રહેવાસીઓની કાર્યાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુનઃનિર્માણ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube