તેજશ મોદી, સુરત: સુરતના બડેખાં ચકલા ખાતે મનપાની બે માળની મિલકત પ્રગતિ મંડળને વર્ષ 2002 માં મહિલા ઉત્કર્ષની પ્રવૃતિઓના હેતુથી વિનામૂલ્યે આજીવન ફાળવણી કરવાનો ઠરાવ કરાયો હતો. જો કે છેલ્લા થોડા વર્ષોથી અહીં મહિલા ઉત્કર્ષને બદલે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે, પ્રથમ માળે ખાનગી જીમ અને ગ્રાઉન્ડ ફલોર ઉ૫૨ કેરમ અને પત્તાનો જુગાર વગેરે રમાતો હતો. જેની ગંભીર નોંધ કોઇપણ અધિકારી કે સ્થાનિક નેતાઓએ લીધી ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલાએ કહ્યું કે, મારા હસ્તક જ આ ઉત્કર્ષ ભવન નિર્માણ થયું હતું. ભવન બનાવવા માટે તેમજ મહિલાઓના ઉત્થાન માટેની પ્રવૃત્તિઓની ગ્રાન્ટ લઈને આ સુવિધા ઊભી કરવામાં આવી હતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે, જ્યારે મારા ધ્યાન પર આ બાબત આવી હતી કે, અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી રહી છે.


તેમજ જે હેતુથી આનું નિર્માણ કામ થયું હતું તે હવે કામ થઈ રહ્યું નથી. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ અધિકારીઓ અને નેતાઓ દ્વારા મારી વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલાએ સ્વીકાર્યું હતું કે, તેમના જ શાસકો દ્વારા રાખવામાં આવેલી નિષ્ક્રિયતાને કારણે આ ઘટના બની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube