મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના નિકોલમાંથી ગેરકાયદે કોલસેન્ટર ઝડપાયું છે. નિકોલમાં ઝોન 5ના અધિકારીઓએ દરોડા પાડતા ગેરકાયદે કોલસેન્ટર ઝડપાયું હતું. પોલીસે આ મામલામાં 4 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો પાસેથી કોલસેન્ટર ક્યારથી ચાલતું હતું વગેરેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે આરોપીઓ પોતાના મકાનમાં કોલ સેન્ટર ચલાવી વોઇસ ઓવર ઇન્ટરનેટ ગૂગલ વોઇસ મારફતે વિદેશમાં કોલિંગ કરીને વિદેશી નાગરિકો સાથે ઇન્ટરનેટ પર છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ લોભામણી લાલચ આપીને પૈસા પડાવવાનું ઇન્ટરનેશનલ કૌભાંડ ચલાવતા હતા. આ સમગ્ર કૌભાંડની માહિતી મળતા પોલીસ દ્વારા રેઇડ પાડીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. 


પોલીસે રેઇડ પછી આરોપીઓ પાસેથી ચાર લેપટોપ, ચાર ઇયરફોન, એક સોની એલસીડી ટીવી, એક ઇન્ટરનેટ રાઉટર, એક એક્ટિવા તેમજ રોકડા રૂ. મળીને કુલ રૂ. 2,17,420નો મુદ્દામાલ કબજે કર્યો છે.