કંડલાઃ દેશ અને દુનિયામાં ગુજરાતનું કંડલા બંદર જગવિખ્યાત છે. પોતાની આગવી વિશેષતા ધરાવતાં આ બંદરની આસપાસ અનેક ગેરકાયદે બાંધકામો થયેલા હતા. જેને તોડવાનું કામ તંત્રએ કર્યું છે. મોટી સંખ્યામાં થયેલા દબાણો દૂર કરીને 200 એકર જમીન ખાલી કરાવાઈ છે. જુઓ કંડલા બંદર તંત્રની મોટી કાર્યવાહીનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંડલા બંદર પર મેગા ડિમોલિશન 
600થી વધુ દબાણો કરાયા દૂર
200 એકર જમીન કરાવાઈ ખાલી 
400 કરોડના કિંમતની છે જમીન
5 હજાર 500 પરિવાર થયા બેઘર


ગુજરાતનું કંડલા બંદર...એ બંદર જ્યાં કાયદો અને વ્યવસ્થાનો પડકાર હંમેશા રહેતો હોય છે...અહીં ક્રીક્સમાં ઝૂંપડીઓ અને દબાણ સતત વધતું રહ્યું છે...આ એક દશકો જૂનો પ્રમુખ મુદ્દો બનેલો રહ્યો છે...આ મુદ્દાને અનેક વખત ઉઠાવવામાં આવ્યો પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ...પરંતુ 5 સપ્ટેમ્બરે તંત્રએ મોટું કામ કર્યું...દીનદયાળ બંદરગાહ પ્રાધિકરણે એક એવું મેઘા ડિમોલિશન હાથ ધર્યું કે 400 કરોડ રૂપિયાની 200 એકર જમીન ખાલી કરાવી દીધી.


આ પણ વાંચોઃ પ્રદૂષણથી શહેરીજનો ત્રસ્ત, સુરતના આ વિસ્તારમાં રાતના સમયે છવાઈ જાય છે ધુમ્મસ


મેગા ડિમોલિશન 
દબાણો દૂર કરાયા 
600 ઝૂંપડા હટાવાયા
સૌથી મોટું ડિમોલિશન
મોટો કાફલો ખડકાયો 
બંદર પટ્ટી કરાઈ ખાલી
400 કરોડની જમીન
પોલીસ બંદોબસ્ત 
તોડાયેલો કાટમાળ
કંડલા બંદર 
ગેરકાયદે બાંધકામ
તંત્રની મોટી કાર્યવાહી


જે પણ દબાણો દૂર કરવામાં આવ્યા તેનાથી સાડા પાંચ હજાર પરિવારો રાતો રાત બેઘર થઈ ગયા છે...જો કે આ તમામ પરિવારોને પહેલા જ નોટિસ આપી દેવાઈ હતી...ઝૂંપડા બાંધીને રહેતા એ તમામ લોકોને હટાવીને આખો બેલ્ટ સાફ કરાયો છે.


તંત્રએ ડિમોલિશનની આ મોટી કાર્યવાહી કરી તો સ્થાનિક પોલીસ અને CISFના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા હતા...કડક બંદોબસ્ત વચ્ચે થયેલી આ કાર્યવાહી બાદ બંદરગાહ તંત્રએ દાવો કર્યો છે કે આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં મદદ મળશે...તો કચ્છ પૂર્વના SPએ દાવો કર્યો કે આ કાર્યવાહી તટિય સુરક્ષાની દ્રષ્ટીથી મહત્વપૂર્ણ છે...પાઈપલાઈનમાં નુકસાન પહોંચાડવું, તેલની ચોરી, OTBથી ચોરી અનેક ગતિવિધિઓ અહીં થતી હતી...મોટા ભાગના આરોપીઓ આ ઝૂંપડીઓમાં રહેતા હતા....


આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં મદદ મળશે
કાર્યવાહી તટિય સુરક્ષાની દ્રષ્ટીથી મહત્વપૂર્ણ
પાઈપલાઈનમાં નુકસાન પહોંચાડવું
તેલની ચોરી, OTBથી ચોરી અનેક ગતિવિધિઓ થતી હતી
મોટા ભાગના આરોપીઓ આ ઝૂંપડીઓમાં રહેતા હતા


તંત્રની આ કાર્યવાહીથી બેઘર થયેલા લોકો માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ હતી...આ કાર્યવાહીમાં 600 ફુડપેકેટ ખાસ તૈયાર કરાયા હતા...આ તમામ ફૂડ પેકેટ બેઘર બનેલા લોકોને વહેંચવામાં આવ્યા હતા...તો દબાણ હટાવવાની આ સમગ્ર કામગીરીમાં  200 મજૂર, 25 JCB, 12 હિટાચી હાઈડ્રા મશીન, 200 ટ્રક, CISFના 200 જવાન અને પોલીસના 500 જવાન કામે લાગ્યા હતા...તંત્રએ કરેલી આ કાર્યવાહી સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ મહત્વની છે પરંતુ એ લોકોનું પણ વિચારવું જોઈએ કે જેમણે પોતાનું આસિયાનું ગુમાવ્યું છે...રાતોરાત આટલા બધા લોકો હવે ક્યાં જશે તે પણ મોટો પ્રશ્ન છે....જોવું રહ્યું કે આગળ શું થાય છે.