હનીફ ખોખર/જુનાગઢ :ગીર જંગલમાં ચાંપતી સુરક્ષા બંદોબસ્તના વનવિભાગનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાના પુરાવા વીડિયોરૂપે સામે આવી રહ્યા છે. આ સિલસિલો અટકતો નથી. ત્યારે હવે જંગલમાં રાત્રિના સમયે
ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવાનો વીડિયો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે પ્રવેશબંધી હોવા છતાં જંગલ વિસ્તારમાં જિપ્સીઓ અને બાઈક લઈ રાત્રિના પ્રવેશ આપવામાં આવ્યો છે. ગીરના જંગલ વિસ્તારમાં રાત્રિ પ્રવેશ પર મનાઈ છે. કેટલાક લોકોને જિપ્સીઓમા બેસાડી લઈ જંગલમાં લઈ જવાયા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં ત્રણ સિંહ દેખાઈ રહ્યાં છે. 



ઉલ્લેખનીય છે કે, આવી જિપ્સીઓ માત્ર સાસણમાં જ છે. જેથી આ વીડિયો પણ સાસણનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 8.21 મીનિટનો આ વીડિયો વાઈરલ થયા સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે વનવિભાગ માટે પણ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.