ગીર અભ્યારણ્યની જગ્યા પર કબજો કરીને બિનકાયદેસર ધમધમતા રિસોર્ટને બંધ કરી દેવાયો
ગીર જંગલની આરક્ષિત જમીન પર નામચીન તબીબે ગેરકાયદે કબજો જમાવી રિસોર્ટ ઉભું કરી દીધું. આખરે વન વિભાગની ફરિયાદ બાદ વિવાદિત તબીબ રસિક વઘાસીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો નોંધાયો. પોલીસે આરોપી તબીબને ઊંઘતો ઝડપી લઇ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગીર જંગલના બોર્ડરના ગામો અને વિસ્તારમાં ઇકો સેન્સેટિવના કાયદાનું ઉલ્લંઘન સાથે અનેક ગેરકાયદે હોટલો ફાર્મ હાઉસો ધમધમી રહ્યા છે. તેવામાં મૂળ જસાધાર ગીરના અને ઉનામાં દવાખાનું ધરાવતા ડો રસિક વઘાસીયા તો બધાથી ચડિયાતા નીકળ્યા.
હેમલ ભટ્ટ/ઉના : ગીર જંગલની આરક્ષિત જમીન પર નામચીન તબીબે ગેરકાયદે કબજો જમાવી રિસોર્ટ ઉભું કરી દીધું. આખરે વન વિભાગની ફરિયાદ બાદ વિવાદિત તબીબ રસિક વઘાસીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો નોંધાયો. પોલીસે આરોપી તબીબને ઊંઘતો ઝડપી લઇ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગીર જંગલના બોર્ડરના ગામો અને વિસ્તારમાં ઇકો સેન્સેટિવના કાયદાનું ઉલ્લંઘન સાથે અનેક ગેરકાયદે હોટલો ફાર્મ હાઉસો ધમધમી રહ્યા છે. તેવામાં મૂળ જસાધાર ગીરના અને ઉનામાં દવાખાનું ધરાવતા ડો રસિક વઘાસીયા તો બધાથી ચડિયાતા નીકળ્યા.
VADODARA ના સી.એચ જ્વેલર્સના મેનેજરે બોગસ ગ્રાહકો ઉભા કરી 4 કરોડના સોનાના સિક્કાની ઉચાપત કરી
ડો રસિક વઘાસીયાએ તાલાલા નજીક હડમતીયા ગીરમાં વન વિભાગની આરક્ષિત એટલે કે પ્રોટેકટેડ ફોરેસ્ટની 6 વીઘા જમીન પર ગેરકાયદે કબજો તો કર્યો પરંતુ વન વિભાગની આ પેશકદમી વાળી જમીન પર 28 રૂમ, કોન્ફરન્સ હોલ, સ્વીમીંગ પુલ, ગોડાઉન, કિચન સાથેનો વિશાળ રિસોર્ટ ઉભો કરી દીધો હતો. વન વિભાગ દ્વારા આરોપી તબીબને સમયાંતરે 6 થી વધુ લેખિત નોટિસો ફટકારી પણ એક પણ નોટિસનો જવાબ ન આપ્યો. આખરે વન વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી તબીબ રસિક વઘાસીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા આદેશ કર્યો છે.
ગુજરાતમાં એક પણ અકસ્માત ન થાય તેવા લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ: આર.સી ફળદુ
વન્ય પ્રાણીઓ માટેની પ્રોટેકટેડ ફોરેસ્ટની જમીન પચાવી પાડનાર તબીબ વિરુદ્ધ તાલાલા આર.એફ.ઓ બિમલ ભટ્ટની ફરિયાદ આધારે તાલાલા પોલીસે આરોપી રસિક વઘાસીયા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદોની કલમ 3,4(1),4(2),4{3},5′), 5(e) અન્યવે ગુન્હો નોંધી ઊંઘતો ઝડપી પડેલ અને વેરાવળ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વન વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબીગ અંગે પ્રથમ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. તો બીજી તરફ આરોપી તબીબ રસિક વઘાસીયા અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયેલા હોવાથી પોલીસ દ્વારા ધરપકડને પગલે ચકચાર મચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube