આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે નવા બદલવાનો વિરોધ ઉઠ્યો
-
નવા બદલાવની વિરુદ્ધમાં આઈએમએની સેન્ટ્રલ વર્કિંગ કમિટીને તાત્કાલિક સત્ર માટે બોલાવવામાં આવી
-
આઇએમએએ તેના સભ્ય એલોપથી ડોક્ટરોને ચેતવણી પણ આપી છે કે તેઓ અન્ય ચિકિત્સા પદ્ધતિના વિદ્યાર્થીઓને આધુનિક મેડિકલ પદ્ધતિની તાલીમ ન આપે
અતુલ તિવારી/અમદાવાદ :આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે માટે નિયમોમાં ખાસ બદલાવ કરાયો છે, જેને કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે. જેના પરિણામે હવે આયુર્વેદની અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિવિધ પ્રકારની જનરલ સર્જરી, આંખની સર્જરી, દાંતની સર્જરી, કાન-નાક-ગળા (ઇએનટી) સર્જરી પણ કરી શકશે. પરંતુ આ નવા બદલાવનો ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા સખત વિરોધ કરાઈ રહ્યો છે.
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, 2016 માં સુધારો કર્યા બાદ નિયમોમાં બદલાવ કરાયો છે. કેન્દ્ર સરકારે આ માટે ગેઝેટ નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. ત્યારથી જ IMA દ્વારા આ બદલવાનો ખુલ્લેઆમ વિરોધ કરાઈ રહ્યો છે. જો કે નિયમોમાં નવા બદલાવ સાથે જણાવવામાં આવ્યું છે કે, આ જુદી જુદી સર્જરી માટે સરકાર તરફથી આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકોને સર્જરીની તાલીમ પણ અપાશે.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જોરદાર વિરોધ કરાઈ રહ્યો છે. આ સાથે જ IMA સરકાર સમક્ષ માંગ કરી છે કે તે આધુનિક મેડિકલ વિજ્ઞાનના ડોક્ટરોની પોસ્ટિંગ આયુર્વેદની કોલેજોમાં ન કરે. જો આ રીતે શોર્ટ કટ અપનાવવામાં આવશે, તો NEETનું મહત્વ રહેશે નહિ. આઇએમએએ તેના સભ્ય એલોપથી ડોક્ટરોને ચેતવણી પણ આપી છે કે, તેઓ અન્ય ચિકિત્સા પદ્ધતિના વિદ્યાર્થીઓને આધુનિક મેડિકલ પદ્ધતિની તાલીમ ન આપે. IMAએ તમામ જરૂરી સત્તાધીશોને વિનંતી કરી છે કે સરકારે આ નોટિફિકેશન પરત લેવું જોઇએ. સરકારના નિર્ણયને એકતરફી ગણાવતા આઇએમએએ જણાવ્યું છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને એક લક્ષ્મણરેખા નિશ્ચિત કરી રાખી છે અને તેનું ઉલ્લંઘન કરવાથી ભવિષ્યમાં ઘાતક પરિણામોનો સામનો કરવો પડશે. અમે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનને સલાહ આપીએ છીએ કે તે પ્રાચીન જ્ઞાનના આધારે સર્જરીની પોતાની પદ્ધતિ વિકસાવે. પરંતુ તેમાં આધુનિક મેડિકલ વિજ્ઞાન પર આધારિત પ્રક્રિયાથી દૂર રહે.
સરકારના નવા નોટિફિકેશન સામે ઊભા થયેલા કેટલાક સવાલો
અહીં દર્દીની સંભાળ અને સલામતીને અસર કરતા તમામ આવા નિરપેક્ષ નિર્ણયોથી ઉદભવતા મુદ્દાઓ છે. પૂર્વ એનેસ્થેટિક દવા વિશે શું? શું તે આયુષ દવાઓ હશે? એનેસ્થેસિયા વિશે શું? શું આયુષની પોતાની એનેસ્થેસિયા માટેની દવાઓ અને કાર્યવાહી છે? કદાચ આયુષ ડોકટરો જેમને આયુષ એનેસ્થેટીસ્ટ તરીકે સંચાલિત કરવાની તાલીમ આપવામાં આવે છે? પોસ્ટઓપર્ટીવ કેર અને ચેપ નિયંત્રણ વિશે શું? માઇક્રોબાયલ થિયરીની સબ્સ્ક્રાઇબ ન કરતી સિસ્ટમ, સેપ્સિસને નિયંત્રિત કરવાની રીત કેવી રીતે શોધી શકશે? શું તે 19 મી સદીના સેપ્ટિક વોર્ડ્સમાં થ્રોબેક હશે? આ આધુનિક દવા બી ટીમને બચાવવા માટે ક્યાંયથી નવા માળખાકીય સુવિધાઓ બનાવવા માટે સરકાર પૂરતા સંસાધનો કેવી રીતે મેળવશે? તે ખૂબ સ્પષ્ટ છે કે આયુષ આધુનિક ચિકિત્સા ડોકટરો, એનેસ્થેસિયા, એન્ટીબાયોટીક્સ અને આધુનિક દવાઓની શસ્ત્રક્રિયા પ્રક્રિયાઓ કરવા માટેના ઉપકરણો પર આધારીત છે. તે એવી બેજવાબદાર પહેલ પાછળ તર્કની કસોટી નિષ્ફળ કરે છે જે હજારો દર્દીઓને જોખમમાં મૂકે છે.
આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે નવા બદલાવની વિરુદ્ધમાં આઈએમએની સેન્ટ્રલ વર્કિંગ કમિટીને તાત્કાલિક સત્ર માટે બોલાવવામાં આવી છે. રાજ્યની 28 શાખાઓને તેમની રાજ્ય કાર્યકારી સમિતિઓ યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.