ડિસેમ્બરની ઠંડીને લઈને ભયાનક મોટી આગાહી, હવામાન વિભાગનું મોટું એલર્ટ
Coldwave Alert : ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતું ડિસેમ્બર આવવા છતાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી રહી... આવામાં હવામાન વિભાગે ઠંડીને લઈને નવી આગાહી કરી છે
Winter Alert : ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
ડિસેમ્બરમાં ઠંડી વધશે
ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.
ઉદ્યોગપતિ પરિવારની વહુ બની ગયા સાધ્વી, જીગીશા શાહ આજથી બન્યા સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી
કોલ્ડવેવ ક્યારે આવે છે
લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 10 ટકા ઓછું હોય અને 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય ત્યારે શીત લહેર જાહેર કરવામાં આવે છે. જો આ સ્થિતિ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહે તો તેને કોલ્ડ વેવની ઘટના ગણવામાં આવે છે. સામાન્ય રીતે, ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 5-6 શીત લહેર દિવસો જોવા મળે છે. પરંતુ આ વર્ષે, IMD અનુસાર, આ સંખ્યા ઘટીને 2-4 થઈ શકે છે.
ડિસેમ્બરમાં બે-બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે. જેની અસર ઠંડી પર જોવા મળવાની છે. તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે. જોકે, વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તે તો આગામી સમયમાં જોવા મળશે.
અંબાલાલની વધુ એક ચિંતાજનક આગાહી! ગુજરાતના આ જિલ્લાઓમાં આજે આવશે વરસાદ