આગામી ત્રણ કલાક ગુજરાતના આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન
IMD Rain Alert : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક ભાગોમાં પડ્યું માવઠું.. સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસ્યો કમોસમી વરસાદ.. હજુ 3 દિવસ છે વરસાદની આગાહી...
Gujarat Weather Forecast : સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ત્યારે આજે સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગઈકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તો કરા પડ્યા છે. હવામાન વિભાગે આજ માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માવઠાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સાહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે.
આજે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પલટો રહેશે, આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધી જશે. અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. મોડી રાતે અને વહેલી સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બાપુનગર, નરોડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. ગઇકાલે મોડી રાતથી શહેરમાં વરસાદી માહોલ છે.
ગુજરાતના 20 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની ચેતવણી, ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે
નવસારીમાં વાદળો છવાયા
નવસારી જિલ્લામાં બદલાયેલા વાતાવરણ સાથે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે. જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, તાલુકા સહિત બીલીમોરા શહેર વિસ્તારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાતાવરણમાં ફેરકરને કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ