IMD Weather Update : તૈયાર રહેજો! હવામાન વિભાગની નવી ભવિષ્યવાણી, નવેમ્બરમાં પણ આવશે વરસાદ
Ambalal Patel Prediction : હવામાન વિભાગે આગાહી કરી કે, નવેમ્બર મહિનામા ભારતના અનેક ભાગોમાં વરસાદ આવશે... દરિયામાં થશે ભારે હલચલ, હવામાનમાં થશે મોટો ફેરફાર, IMD એ અલ નીનોને લઈને એલર્ટ કર્યું જાહેર
Gujarat Weather Forecast : ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે. વાતાવરણમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગે મોટી ભવિષ્યવાણી કરી છે કે, નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સમયે ઠંડી ગરમીનું વાતાવરણ ફરી જોવા મળશે.
આઈએમડી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું કે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડીને દેશના બાકીના ભાગોમાં વરસાદની શક્યતા છે. આઈએમડીએ એવુ પણ જણાવ્યું કે, નવેમ્બર મહિનામં દેશના અનેક ભાગોમાં વરસાદ આવશે. આ વરસાદથી સામાન્યથી ભારે વરસાદ રહેશે. વાતાવરણમાં આવતા આ ફેરફારથી ઠંડી રાતો હવે ગરમ થવાની શક્યતા છે. દેશના અનેક ભાગોમાં દિવસ અને રાતના સમયે તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે.
નવેમ્બર મહિનામાં એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે. દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતન કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જોકે, આમાં ગુજરાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં તેની અસર થશે કે નહિ તે આગાહી હજી કરાઈ નથી.
IMD એ મંગળવારે દરિયાઈ પવન અલ નીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીએ કહ્યું કે ભારતીય ખંડમાં તેની અસર વધુ મજબૂત બની રહી છે. આને કારણે ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં નવેમ્બરમાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મતલબ કે નવેમ્બરમાં બહુ ઠંડી નહીં પડે.