Ambalal Patel Monsoon Prediction : સારા વરસાદ માટે હજુ પણ ગુજરાતને રાહ જોવી પડશે. કારણ કે, આગામી 5 દિવસ સારા વરસાદની કોઈ આગાહી નથી. હવે આખો ઓગસ્ટ મહિનો કોરોકટ જશે. આગામી 24 કલાક સામાન્ય વરસાદ જ રહેશે. માત્ર સૌરાષ્ટ્ર,કચ્છ, ઉત્તર અને દક્ષિણમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. આ કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. વરસાદ ઘટી જવાથી ચોમાસાની સીઝનમાં પહેલીવાર કાળઝાળ ગરમી જેવો અહેસાસ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે
સ્થાનિક હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાંથી હળવો વરસાદ પણ ઘટી જવાની શક્યતાઓ વચ્ચે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ સહિતના ભાગોમાંથી હળવો વરસાદ ગાયબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારથી રાજ્યમાં બે-ચાર દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું વ્યક્ત કરીને ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. વાદળો ખસી જવાથી સૂર્યપ્રકાસ સીધો આવી શકે છે જેના લીધે તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.


ગુજરાતના નામે વધુ એક સિદ્ધિ, કચ્છના ધોળાવીરાને મળ્યું વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન


બે દિવસ વાતાવરણ સૂકું રહેશે 
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે તો 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરના કારણે વરસાદ નહિંવત્ રહેશે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. 


Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે


વરસાદ ગાયબ થતા નિષ્ણાતો પણ ચિંતામાં મૂકાયા 
ભર સીઝનમાં જ વરસાદ ગાયબ થઈ જવાને લઈને હવામાન એક્સપર્ટ પણ ચિંતામાં મુકાયા છે. એક્સપર્ટસે આ વિશેનું કારણ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદ પર અસર થઈ છે. ચાલુ વર્ષે ચોમાસા પર ક્લાઈમેટ ચેન્જની અસર થઈ છે. નિષ્ણાંતોના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અલ-નિનોને કારણે લાંબા સમય સુધી વરસાદ પર બ્રેક લાગી શકે છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ક્યાંક ભારે તો ક્યાંક નહીંવત વરસાદ જોવા મળી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાનું તારણ તેઓએ જણાવ્યું.


સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી પ્લાનિંગ ફેલ જશે


ક્લાયમેટ ચેન્જ મોટું કારણ 
નિષ્ણાતોએ જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જને કારણે બંગાળની ખાડી અને અરબ મહાસાગરમાં ચક્રવાતનું પ્રમાણ અને લાંબા સમય સુધી તેની તીવ્રતા રહી છે. જુલાઈમાં ભારે વરસાદની ઘટના વધી હતી, જે છેલ્લા 5 વર્ષમાં પડેલો સૌથી વધુ વરાસદ છે. હાલ દેશમાં ચોમાસું અનિયમિત બની રહ્યું છે. ક્યારેક વરસાદ પડે તો ક્યારેક સૂકા હવામાનનો અનુભવ થાય. હાલ જે થઈ રહ્યું છે તે ક્લાયમેટ ચેન્જની અસર છે.