અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    2 સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમની ગુજરાત પર અસર 

  • આગામી 5 દિવસ દરમ્યાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા

  • ગુજરાતમાં સિઝનનો 34 ટકા વરસાદ 

  • ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી

  • આગામી 5 દિવસ દરમ્યાન ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન


અનોખી પરંપરા : વરસાદને બોલાવવા મહીસાગરની આદિવાસી મહિલાઓએ ધાડ પાડી


જુઓ LIVE TV:



મધ્યગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના
વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 3થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એજ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.