કચ્છ: ‘ક્યાર’ વાવાઝોડાના માહોલમાં સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છમાં ક્યાર વાવાઝોડાની અરસને કારણે નવા વરસે જ મુન્દ્રામાં વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઠંડા પવન ફૂંકાવવાની વચ્ચે કચ્છના જખૌ, કોટેશ્વરના દરિયામાં કંરટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં 30-31 ઓક્ટોબરના રોજ વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાત : કમોસમી વરસાદથી મુશ્કેલી, ખેડૂતથી માંડી સાગરખેડૂ સુધી સૌ કોઇ પરેશાન


પ્રાપ્ત માહિતી અનુસાર, હવામાન વિભાગે 30-31 ઓક્ટોબર સુધીમાં કચ્છમાં વરસાદની આગહી કરી છે. જેને લઇને ‘ક્યાર’ વાવાઝોડાની અસરને કારણે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કચ્છના મુન્દ્રામાં નવા વર્ષની શરૂઆતથી જ વરસાદ શરૂ થયો હતો. તો બીજી તરફ ઠંડો પવન ફૂંકાવવાની સાથે કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- ગુજરાત : નવા વર્ષે વરસાદ, વાવાઝોડા બાદ ભૂકંપે પણ ખાતુ ખોલાવ્યું, લોકોમાં ફફડાટ


ઉલ્લેખનીય છે કે, ક્યાર વાવાઝોડાની અસરના કરાણે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં ભારે પવન અને ભયજનક મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ક્યાર નામના વાવાઝોડાને કરાણે હજુ પણ સંઘપ્રદેશ દીવ, નવાબંદર અને સૈયદ રાજપરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...