ZEE 24 KALAK ના અહેવાલની અસર, Dy.CM એ કહ્યું ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરાશે
જિલ્લામાં નાની ઉંમર ધરાવતી યુવતીનાં પેટમાં રહેલા બાળકને પેટમાં જ હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટના અંગે અમે કરેલી તપાસમાં સામે આવ્યું કે, વીડિયોની દર્શાવાયેલી જગ્યા સંતરામપુર નગરમાં આવેલા FCI ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરી દેવામાં આવી હતી.
મહીસાગર : જિલ્લામાં નાની ઉંમર ધરાવતી યુવતીનાં પેટમાં રહેલા બાળકને પેટમાં જ હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટના અંગે અમે કરેલી તપાસમાં સામે આવ્યું કે, વીડિયોની દર્શાવાયેલી જગ્યા સંતરામપુર નગરમાં આવેલા FCI ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરી દેવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી અનેક જગ્યાએ ગોરખધંધાની હાટડીઓ ચાલી રહી છે. અનેકવાર હોસ્પિટલના ડોક્ટર ઝડપાયા છે પરંતુ ZEE 24 KALAK દ્વારા આ મુદ્દે ભીનુ ન સંકેલાય તે માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના પગલે તંત્ર પણ સફાળું જાગ્યું હતું. ઘટનાના પડઘા નાયબમુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સુધી પહોંચ્યા હતા.
સ્થાનિક હેલ્થ વિભાગ ફરિયાદી બન્યું હતું અને આ મુદ્દે પોલીસ દાખલ કરી હતી. પોલીસ દ્વારા ZEE 24 KALAK દ્વારા સોંપાયેલા વીડિયોના આધારે તપાસ આદરવામાં આવી છે. આ અંગે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે. આ કિસ્સામાં ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે સંતરામપુરના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આ વીડિયો સંતરામપુરનો હોવાનું સાબિત થાય તો કડક પગલા ભરવામાં આવશે. આ પ્રકારે ગર્ભપાત કરાવવો તે બિનકાયદેસર છે. અમે આ અંગે તપાસ કરાવીશું અને જવાબદારો વિરુદ્ધ કડક પગલા ભરીશું. આ ઉપરાંત જે ગર્ભપાત કરી રહેલી મહિલાઓ નજીકની હોસ્પિટલનો સ્ટાફ હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube