આશ્કા જાની, અમદાવાદ: લોકડાઉન બાદ હાઇકોર્ટ સહિત નીચલી કોર્ટોમાં ફીઝીકલ સુનાવણી બંધ છે. કોર્ટ બંધ હોવાના કારણે અનેક વકીલો બેકાર બન્યા છે. ત્યારે અમદાવાદમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા માંગ ઉઠી છે. વકીલો અને પક્ષકારોએ કોર્ટ શરૂ કરવાની માંગ કરી છે. પ્રથમવાર પક્ષકારો દ્વારા પ્રિન્સિપલ જજને રજુઆત કરાઈ છે. ફેમિલી કોર્ટ બાર એસોસિએશન પણ પક્ષકારો સાથે મળી ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રિકવરીની માંગ સાથે રજૂઆત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે ફેમિલી કોર્ટમાં રજૂઆત બાદ પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે. સૂત્રો મુજબ અમદાવાદમાં આવેલી ફેમિલી કોર્ટમાં અંદાજે 40 હજાર પક્ષકારો પર ભરણપોષણ રિકવરીની અસર પડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube