ઝી ન્યૂઝ/આણંદ: ગુજરાતના 6 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના રૂ.740ના વધીને રૂ.760 થતાં પશુપાલકોને મોટી રાહત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમુલ ડેરીએ આજે પશુપાલકોને તહેવારો ટાણે આનંદના સમાચાર આપ્યા છે. અમુલ ડેરીએ દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કર્યો છે. દુધનો ખરીદ ભાવ વધારીને 740 થી 760 રૂપિયા કરાયો છે. આ ખરીદ વધારાથી રાજ્યના છ લાખ પશુપાલકોને લાભ થશે. પરંતુ આ જાહેરાત બાદ અમુલ પર વધારાનો વાર્ષિક 60 કરોડનો બોજો પડશે. 


અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટરની મહત્વપૂર્ણ જાહેરાત, 'હવે અમૂલ દૂધનાં પાઉચ પર...'


અમુલ ડેરીએ પશુપાલકોને ફાયદો પહોંચાડવા માટે ગાયના દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ લીટર 50 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ભેંસનાં દુધના ખરીદ ભાવમાં 1.25 થી 1.50 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિકીલો ફેટ 10 રૂપિયાનો વધારો થયો છે. અમુલ ડેરીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે વધારો આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પશુપાલકોને દુધના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના રૂ.740ના વધીને રૂ.760 કરી દીધા છે જેના લીધે આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે.


અંબાલાલ પટેલની આગાહી: સાતમ- આઠમે ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે રમઝટ


નોંધનીય છે કે, વર્ષ 2021માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડ પાર પહોંચ્યું હતું. ત્યારબાદ અમૂલ દૂધ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના  છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube