કોલેજ ફી અંગે DY.CM ની મહત્વની જાહેરાત, કોલેજ ફીમાં એક રૂપિયો પણ વધારે નહી લેવાય
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ફી વિવાદ વચ્ચે કોલેજોની ફી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પટેલ દ્વારા મેડિકલ કોલેજની ફી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પટેલે જણાવ્યું કે, સરકારની કોઇ પણ કોલેજમાં ફી વધારો કરવામાં નહી આવે. સામે પક્ષે કોઇ ઘટાડો પણ કરવામાં નહી આવે. આ ફી યથાવત્ત રાખવામાં આવશે. 1600 મેડિકલ સીટો દરેક કોલેજની બસો બેઠક હોય છે. જેમાં ૭૫ ટકા સીટો સરકારી કોટાની છે 10% મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે. જ્યારે 160 બેઠકો એનઆરઆઈ ક્વોટાની હોય છે. એનઆરઆઇ ક્વોટાની કુલ સીટો હવે 240 બેઠકો થાય છે.
અમદાવાદ : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ફી વિવાદ વચ્ચે કોલેજોની ફી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પટેલ દ્વારા મેડિકલ કોલેજની ફી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પટેલે જણાવ્યું કે, સરકારની કોઇ પણ કોલેજમાં ફી વધારો કરવામાં નહી આવે. સામે પક્ષે કોઇ ઘટાડો પણ કરવામાં નહી આવે. આ ફી યથાવત્ત રાખવામાં આવશે. 1600 મેડિકલ સીટો દરેક કોલેજની બસો બેઠક હોય છે. જેમાં ૭૫ ટકા સીટો સરકારી કોટાની છે 10% મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે. જ્યારે 160 બેઠકો એનઆરઆઈ ક્વોટાની હોય છે. એનઆરઆઇ ક્વોટાની કુલ સીટો હવે 240 બેઠકો થાય છે.
સોસાયટી દ્વારા જે ફી લેવામાં આવે છે જેમાં ૭૫ ટકા સરકારના પોતાની ફી ત્રણ લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની 8 લાખ 25 હજાર છે. જોકે સરકાર દ્વારા કોરોના ના કારણે હવે કોઇપણ જાતનો વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. 1600 મેડિકલ સીટ ઉપર આ વર્ષે કોઈ પણ જાતનો ફી વધારો નહીં કરવામાં આવે. એક વર્ષ પૂરતો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગત વર્ષે જેવી હતી એ જ પ્રમાણે ફી ભરવાની રહેશે. બાકીની બધી જગ્યાએ ફીમાં વધારો થવાની સ્થિતિ હોય ત્યારે સરકાર સંચાલિત સોસાયટીની સોળસો મેડિકલ બેઠકો ની ફી કોઈ વધારો નહીં થાય.
સરકારી પરિપત્ર બાદ FRC ની વેબસાઇટમાંથી ટ્યુશનફી જ ગાયબ, શાળાઓની દાદાગીરી યથાવત્ત
રાજ્ય સરકાર સંચાલિત અને રાજ્ય સરકાર ની 75 કોટડા ના ફોટા વાળી આઠ મેડિકલ કોલેજમાં કોઈ ફી વધારો નહીં કરવામાં આવે. કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજ ની ફી વધારો કરવાની સત્તા કોર્પોરેશનની છે, એટલે એમાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ નહીં કરે. કોંગ્રેસ અમારી પર આક્ષેપ કરે એ તેમની રાજકીય છે. આઠ બેઠકોની પેટા ચૂંટણી આવે છે એટલા માટે કોંગ્રેસના નેતાઓને બોલવું પડે એટલે કોંગ્રેસ બોલી રહી છે. ખાનગી મેડિકલ કોલેજોની ફી નક્કી કરવાની જવાબદારી કમિટીની હોય છે અને એક કમિટી નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube