ધોરણ 9થી 12ના વર્ગોની પરીક્ષા પદ્ધતિ મામલે શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર
કોરોના કાળ બાદ હવે બધુ સામાન્ય થઈ ગયું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે આ શૈક્ષણિક વર્ષમાં જોયાનારી ધોરણ 9થી 12ની પરીક્ષા મામલે મહત્વનો આદેશ આપ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ના વર્ગોની પરીક્ષા પદ્ધતિ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2022-2023ની વાર્ષિક તેમજ અન્ય પરીક્ષાઓ માટે વર્ષ 2019-2020 મુજબની પરીક્ષા પદ્ધતિનું અમલીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળના બે વર્ષ દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે ધોરણ 9થી 12ના પશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નોપત્રો વર્ષ 2019-2020ના પરિપત્ર મુજબ અમલીકરણ કરવાનું રહેશે. ધોરણ-10માં 100 માર્ક માટે શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક અને બોર્ડનું પેપર 80 માર્કનું રહેશે. ધોરણ-10માં 20માંથી 7 અને 80માંથી 26 એમ કુલ 33 માર્ક મેળવનાર વિદ્યાર્થી પાસ કહેવાશે.
આ પણ વાંચોઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ચાર વર્ષની બાળકી સાથે અડપલાં કરતો હતો સ્કૂલ વાનનો ચાલક, પોલીસે કરી ધરપકડ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 100 માર્કના પ્રશ્નપત્રમાં 20 માર્ક હેતુલક્ષી પ્રશ્ન અને 80 માર્કના ટૂંકા, લાંબા અને નિબંધ પ્રકારના પ્રશ્નો પુછાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા થીયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્રનું પરિરૂપનો અમલ યથાવત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube