અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation- AMC)  ની રિક્રિએશન કમિટીની મિટીંગ યોજાઇ હતી. જેમાં કાંકરિયા કાર્નિવલ (Kankaria Carnival) ને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે આ વર્ષે કાંકરિયા કાર્નિવલને યોજાશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ ઓમિક્રોનના સંકટ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલને રદ કર્યો છે. નોંધનીય છે કે અત્રે ઉલ્લેખનીય વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના નવા વેરિઅન્ટના સંકટને ધ્યાનમાં રાખીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.


જોકે કૉર્પોરેશન દ્વારા ફ્લાવર શો ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનાં કેસ નહિ વધે તો 1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે. ઉલ્લેખનીય છે કે, 7 દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે લાખો લોકો મુલાકાત લેતા હોય છે. 

Golden Boy નિરજ ચોપરા બનશે ગુજરાતના મહેમાન, વિદ્યાર્થીઓ સાથે શેર કરશે મહત્વની ટીપ્સ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ તથા ફલેગશીપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને આગામી આયોજન માટે પ્રતિ માસ બેઠક યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી સી.એમ ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના આધારે આવા વિવિધ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરવાના છે. ભૂપેન્દ્ર પટેલે આ નવિન ઉપક્રમ અન્વયે ગાંધીનગરમાં આજે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી, તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા. 


મુખ્યમંત્રીએ કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતીનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટવેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને પૂન: બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજનાની સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યના શહેરો-નગરોમાં ઘરવિહોણા-નિરાધાર લોકો માટે શેલ્ટર હોમ્સ-આવાસ અંતર્ગત થયેલી કામગીરીની વિગતો પણ રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરો પાસેથી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ બેય યોજનાઓનો લાભ મહત્તમ જરૂરતમંદ વ્યક્તિઓને આપવા રાજ્યમાં તેનો વ્યાપ વિસ્તારવા પણ માર્ગદર્શન આપ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube