બ્રિજેશ દોશી/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના પ્રખ્યાત તરભના શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર ના કામો માટે રૂ. પાંચ કરોડ 32 લાખ 16 હજારની ખાસ કિસ્સા તરીકે તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાના તરભના મહાદેવ મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાળીનાથ મંદિરના વિકાસ અને જિર્ણોદ્ધાર લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કંપાઉન્ડ વોલ, રોડ જેવી વિવિધ સુવિધાઓ વિકસાવાશે.


અંદાજે 900 વર્ષ જૂના અને અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂની ગાદી સ્થાન શ્રી વાળીનાથ મહાદેવ મંદિરમાં આ રકમમાંથી કંપાઉન્ડ વોલ, રોડ, યાત્રિ સુવિધા શેડ, શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. જ્યાં મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવન ભુમિમાં પ્રથમ રબારી સમાજની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે વાળીનાથ મંદિર રબારી સમાજની ધર્મગુરૂનું ગાદી સ્થાન છે અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજનિય ગણે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube