ગાંધીનગર: ટેટ 1-2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે. ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ હોવી ફરજીયાત છે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે. તમને જણાવી દઈએ કે ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. 



નોંધનીય છે કે, માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.


જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી  5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. 


આ ઉપરાંત ઉમેદવારો 7 ડિસેમ્બર, 2022થી 12 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે. 


જુઓ આ પણ વીડિયો:-