Gujarat Government : ગુજરાત રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે સરકારે વિવિધ સહાય યોજના જાહેર કરી છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના માછીમારોનું જીવનધોરણ ઊચું આવે અને તેઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે પૈકીની એક છે ડીઝલ વેટ રાહત યોજના. ત્યારે રાજ્યના માછીમારો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે 20 મીથી ઓછી લંબાઇ વાળી હોડીમાં ટ્રીપ વાઇઝ ડિઝલનો જથ્થો વધાર્યો છે. માછીમારી માટે જતી હોડીઓને આ લાભ મળશે. હોર્સ પાવર મુજબ ડીઝલના જથ્થાનો વધારો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું જાહેરાત કરાઈ 


  • 1-44 હોર્સ પાવરમા હવે 300 લીટર અપાશે જે પહેલા 250 લીટર અપાતું હતુ

  • 45-74 હોર્સ પાવર મા 600 લીટર અપાશે જે અગાઉ 500 લીટર અપાતું હતું

  • 75-100 હોર્સ પાવરમા 4200 લીટર અપાશે જે અગાઉ 4000 લીટર અપાતું હતુ

  • 101 થી વધુ હોર્સ પાવર મા હવે 4200 લીટર મળશે જે અગાઉ 4000 લીટર મળતુ હતું



ઉલ્લેખનીય છે કે, માછીમારો આર્થિક રીતે સદ્ધર થાય અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુથી સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી ઉપયોગથી સરકાર દ્વારા ડીઝલ સબસિડી ઑનલાઇન સોફ્ટવેરના માધ્યમથી ડીઝલ સબસિડી સીધી જ માછીમારોનાં બેન્ક ખાતાંમાં જમાં કરાવવામાં આવે છે.