AMCની રેવન્યૂ બેઠકમાં મોટો નિર્ણય, રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફીમાં ફેરફાર
તા 16-1-23 થી સ્ટે.કમિટીની અપેક્ષાએ નવા દર અમલમાં આવશે. વર્ષ 2013-14 બાદ ટ્રાન્સફર ફીના દરમાં સુધારો કરાયો છે. નવા દર અમલમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 15 કરોડથી વધુની આવક થવાની સંભાવના છે.
અમદાવાદ: આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક મળી હતી. જેમાં રહેણાક અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફી મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુપર રિચ કેટેગરીમાં આવતી બન્ને પ્રકારની મિલકતોની ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરાયો છે.
AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે તા 16-1-23 થી સ્ટે.કમિટીની અપેક્ષાએ નવા દર અમલમાં આવશે. વર્ષ 2013-14 બાદ ટ્રાન્સફર ફીના દરમાં સુધારો કરાયો છે. નવા દર અમલમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 15 કરોડથી વધુની આવક થવાની સંભાવના છે.
અગાઉ રહેણાંક મિલ્કત માટે ટ્રાન્સફર ફીના દર દસ્તાવેજની કિંમતના 0.025 % હતા, જયારે કોમર્શિયલ મિલ્કતો માટે તેજ દર 0.05 % હતા. હવે સ્ટે.કમિટીની મંજૂરી મળ્યા બાદ નવા દર લાગુ પડશે.
રહેણાંક
કિંમત ફી
2500000 1000
25 લાખ થી 50 લાખ 2000
50 લાખ થી 1 કરોડ 0.1 % (દસ્તાવેજ કિંમત)
1.50 કરોડથી વધુ 0.2% (દસ્તાવેજ કિંમત)
બિન રહેણાક
કિંમત ફી
25 લાખ સુધી 2000
25 લાખ થી 50 લાખ 4000
50 લાખથી 1.50cr 0.2%(દસ્તાવેજ)
1.50cr થી વધુ 0.4%(દસ્તાવેજ કિંમત)
રેવન્યુ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી માત્ર 10 ટકા લોકોને જ અસર થશે. AMCએ જણાવ્યું છે કે વારસાઈ કે વીલથી અપાતી મિલ્કતના કિસ્સામાં આ નિર્ણય લાગુ પડશે નહીં.