આ છે ગુજરાતમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની ડ્રગ્ઝ માફિયાઓ, નામ અને સરનામાની વિગતોએ ફોડ્યો તમામ ભાંડો
કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે પાંચ ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્ઝના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને એના પગલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી હતી.
કચ્છ : કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે પાંચ ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્ઝના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને એના પગલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી હતી. આ ઓપરેશન ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને SOGએ મળીને સંયુક્ત રીતે હાથ ધર્યું છે.
ગુજરાતમાંથી ભારતમાં ડ્રગ્ઝ ઘુસાડવાનું પાકિસ્તાનનું ષડયંત્ર, રૂવાંડા ઉભા કરી દેશે ખતરનાક પ્લાન
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે પાકિસ્તાન ગુજરાતની દરિયાઈ સીમા મારફતે ભારતની સીમામાં ડ્રગ્ઝ ઘુસાડીને દેશના યુવાધનને પાયમાલ બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને એટલે જ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચારના જાણવા માટે કરો ક્લિક...
આ ઓપરેશન બાદ બોટમાંથી 35 જેટલા ડ્રગ્ઝના પેકેટ મળી આવ્યા છે જેની કિંમત 175 કરોડ રૂપિયા જેટલી છે. હાલમાં આ પાકિસ્તાની ડ્રગ્ઝ માફિયાઓને જખૌ લાવવામાં આવ્યા છે અને તેમની ઉલટતપાસ કરીને આ ડ્રગ્ઝના કારોબાર વિશે તપાસ કરવામાં આવશે. આ તપાસ કરીને ડ્રગ્ઝના મુખ્ય સુત્રધારો વિશે વિગતો મેળવવામાં આવશે. હાલમાં આ તમામ સુત્રધારો પાકિસ્તાનના વતની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આમ, સુરક્ષા એજન્સીઓને ડ્રગ્ઝના કારોબારને નાથવામાં મોટી સફળતા મળી છે.
આ રહ્યા ડ્રગ્ઝ માફિયાઓના નામ,
1. અનીસ ઇસા ભટ્ટ (30 વર્ષ), r/o Baba Zajeera, Karachi, Pakistan
2. ઇસમાઇલ કચ્છી (50 વર્ષ), r/o Kemadi, Beet Zajeera, Karachi, Pakistan
3. અશરફ કચ્છી (42 વર્ષ), r/o Kemadi, Beet Zajeera, Karachi, Pakistan
4. કરીમ કચ્છી (37 વર્ષ), r/o Beet Zajeera, Karachi, Pakistan
5. અબુ બકર સુમરા (55 વર્ષ), r/o Beet Zajeera, Karachi, Pakistan