ભારતીય કોસ્ટગાર્ડ : ગુજરાતની સુરક્ષાનો એ મજબૂત પાયો, જેન 1600 કિમીના દરિયા કાંઠે રાખે છે બાજ નજર
જ્યારે દરિયાની સુરક્ષા (coasal security) ની વાત આવે તો આપણને યાદ આવે છે ભારતીય નૌ સેના (indian navy). પરંતુ તેના જેટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ. જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને સુરક્ષિત રાખવા રાત દિવસ દુશ્મનો પર નજર રાખે છે. ત્યારે આ તટ રક્ષકો કેવી રીતે કામ કરે છે કેવી સ્થિતિમાં કામ કરે છે તે જાણવા ZEE 24 કલાક તેમની વચ્ચે પહોંચ્યું. કોસ્ટ ગાર્ડના જવાનો (coast guard commando) ની સહાસિક કામગીરી અને અદમીય સહાસથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ તે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ઓપરેશન પાર પાડે છે, તેનાથી લોકો એટલા બધા માહિતગાર નથી હોતા. કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા તો કરે છે પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો પણ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. મધ દરિયે કોઈ દુર્ઘટના ઘટે તો તેની જાણ કેવી રીતે થાય અને રેસ્ક્યૂ ઓપરેશન કેવી રીતે થાય છે તે જોઈએ.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :જ્યારે દરિયાની સુરક્ષા (coasal security) ની વાત આવે તો આપણને યાદ આવે છે ભારતીય નૌ સેના (indian navy). પરંતુ તેના જેટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ. જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને સુરક્ષિત રાખવા રાત દિવસ દુશ્મનો પર નજર રાખે છે. ત્યારે આ તટ રક્ષકો કેવી રીતે કામ કરે છે કેવી સ્થિતિમાં કામ કરે છે તે જાણવા ZEE 24 કલાક તેમની વચ્ચે પહોંચ્યું. કોસ્ટ ગાર્ડના જવાનો (coast guard commando) ની સહાસિક કામગીરી અને અદમીય સહાસથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ તે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ઓપરેશન પાર પાડે છે, તેનાથી લોકો એટલા બધા માહિતગાર નથી હોતા. કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા તો કરે છે પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો પણ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. મધ દરિયે કોઈ દુર્ઘટના ઘટે તો તેની જાણ કેવી રીતે થાય અને રેસ્ક્યૂ ઓપરેશન કેવી રીતે થાય છે તે જોઈએ.
આ પણ વાંચો : ગુજરાતની લાજ કાઢે તેવો રસ્તો, અમદાવાદમાં કારને હટાવ્યા વગર રોડ બનાવી દીધો
દેશની જમીની સરહદોની રક્ષા બીએસએફ, સૈન્ય કરે છે. તો વાયુસીમાની રક્ષા વાયુસેના. પરંતુ ભારતના અતિ વિશાળ દરિયાઇ સીમાની રક્ષાનુ કામ છે ભારતીય તટરક્ષક દળ, એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. તેમાં પણ જ્યારે પશ્ચિમી સરહદે પાકિસ્તાન જેવુ દુશ્મ રાષ્ટ્ર હોય અને સતત ભારત વિરોધી પ્રવૃત્તિ કરાતી હોય, તેવા સમયે સામરિક દ્રષ્ટિએ અતિ મહત્વના એવા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કાંઠાની રક્ષા કરવી અતિ મહત્વનું બની જાય છે. અને તેના માટે જ 365 દિવસ, 24 કલાક ભારતીય કોસ્ટ ગાર્ડ (coast guard) એલર્ટ મોડ પર રહે છે. ફક્ત દરિયાની સુરક્ષા જ નહિ, સમયાંતરે સર્જાતી દુર્ઘટના સમયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હોય કે પછી વિશાળ જહાજમાં બનેલી કોઇ દુર્ઘટના પર કાબૂ મેળવવો, કે પછી હોય દરિયાઇ સીમા ઓળંગીને ભારતમાં ઘુસાડવામાં આવતા માદક પદાર્થો અને હથિયારોને રોકવા હોય, આ તમામ પ્રકારની કામગીરી ભારતીય કોસ્ટગાર્ડના સિરે હોય છે.
ભારતીય કોસ્ટગાર્ડના ડીઆઈજી અનિકેત સિંગ જણાવે છે કે, દરિયાની વાત આવે એટલે મોટાભાગના દેશવાસીઓના મનમાં ભારતીય નૌ સેના જ આવતી હોય છે. પરંતુ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ એટલે કે દરિયાની સીમાની સુક્ષાની સૌથી પહેલી જવાબદારી ભારતીય કોસ્ટ ગાર્ડના સિરે હોય છે. વિવિધ પ્રકારના અત્યાધુનિક જહાજ, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને ડોનિયર પ્લેનની કાફલાથી સજ્જ ભારતીય તટરક્ષક દળ સતત ચાંપતી નજર રાખીને દેશ વિરોધી પ્રવૃત્તિ રોકે છે.
1600 કિલોમીટરનો ગુજરાતનો દરિયા કિનારો અને તેમાં પણ પાડોશી દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાન દ્વારા સતત ભારત વિરોધી કરાતી પ્રવૃત્તિઓનો સામનો કરવાનો હોય છે. આવા સમયે ભારતીય કોસ્ટગાર્ડની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. દરિયાઇ સીમાના કારણે માછીમારી પ્રવૃત્તિ અતિ મોટા પ્રમાણમાં થતી હોવાથી સેંકડો ફિશીંગ બોટ ઉપર નજર રાખવી, આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી પસાર થતા અતિ વિશાળ એવા સેંકડો ઔદ્યોગિક જહાજોની સુરક્ષા અને સંભવિત કોઇપણ દુર્ઘટનામાં કરવી પડતી બચાવ કામીગીરી, આવા અનેક પડકારનજર કામ ભારતીય કોસ્ટગાર્ડની દૈનિક કામગીરીનો એક ભાગ માત્ર છે.
ભારતીય કોસ્ટગાર્ડ દેશના દરિયાઇ કિનારાની સુરક્ષા માટે વિવિધ કમાન્ડમાં વહેંચાયેલુ છે. પરંતુ દેશના પશ્ચિમી કમાન્ડ હેઠળ આવતા આ કોસ્ટગાર્ડ જવાનોની જવાબદારી અરબી સમુદ્રમાં વધી જાય છે. સામાન્ય નાગરિક માટે રોમાંચિત કે પછી દિલધડક કહેવાતી તમામ કામગીરી આ જવાનો માટે દૈનિક ક્રિયાનો એક ભાગ છે.