ઝી બ્યુરો/વડોદરા: વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 15 પાનાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસીપલ કમિશનર જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટના માટે જવાબદાર વિનોદ રાવ અને એચ એસ પટેલની ભુમિકા સ્પષ્ટ કરાઇ છે. બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. યોગ્યતા ન હોવા છતાં કામ સોપાયાની ગુજરાત હાઇકોર્ટે નોંધ લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન


નોંધનીય છે કે બોટ દુર્ઘટના બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ એક પછી એક તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા હતા. લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટનું સમગ્ર મામલે અવલોકન કર્યું છે કે પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી નહોતી છતાં કમિશ્નરે મંજૂરી આપી દીધી હતી. આ કેસમાં હવે 12મી જુલાઇએ આગામી સુનાવણી કરવામાં આવશે. 


આ જ મારી ઓળખ છે, ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા પર માત્ર 2 શબ્દોમાં ગંભીરે દિલ જીતી લીધુ


ઉલ્લેખનીય છે કે, 18મી જાન્યુઆરીના રોજ વડોદરામાં મોટી દુર્ઘટના થઈ હતી. હોડી પલટવાના કારણે ન્યૂ સનસાઇઝ સ્કૂલના 12 બાળકો તથા 2 શિક્ષિકાઓએ તેમાં જીવ ગુમાવ્યા હતા.


જૂનો કે નવો? કયો ફ્લેટ ખરીદવો જોઈએ? નફા-નુકસાનનું સરવૈયું વાંચી પછી લો તમારો નિર્ણય