ગાંધીનગર : હાલ ચો તરફ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા કોવિટ ટાસ્ક ફોર્સ અને નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સાથે બેઠક યોજીને સંક્રમણની ચેન તોડવા માટેની રણનીતિ ઘડવામાં આવશે, અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતી અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે સરકારની કોર કમિટી સાથે નિષ્ણાંતોની મહત્વની બેઠક સોમવારે બોલાવવામાં આવી છે. જેમાં ગામડાઓમાં ફેલાઇ રહેલા કોરોનાને ડામવા માટેનું આયોજન વધુ મજબુત બનાવવા માટેનું આયોજન કરવામાં આવશે. ભારતના વિવિધ રાજ્ો કોરોના સંક્રમણની બીજી લહેર સામે હાલ ગુજરાત જઝુમી રહ્યું છે.


અત્રે ઉલ્લેખની, છે કે, સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. અહીં ન તો સેવાઓ પુરતા પ્રમાણમાં છે ન તો પુરતા પ્રમાણમાં બેડ છે. તેવામાં વિવિધ શહેરોમાંથી ડોક્ટર્સ મોકલવામાં આવી રહ્યા છે. આજે જ સુરતથી ડોક્ટર્સની એક ટીમ સૌરાષ્ટ્ર માટે પ્રાઇવેટ પ્લેન દ્વારા રવાના થઇ હતી. તેઓ સૌરાષ્ટ્રમાં દર્દીઓની સારવાર કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube