ઝી ન્યૂઝ/રાજકોટ: ફળોનો રાજા સોરઠની કેસર કેરીની સમગ્ર દેશ અને વિશ્વમાં ડીમાન્ડ રહે છે, ત્યારે આ વર્ષે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ઉનાળો આવે ત્યારે દરેક લોકોનો ફેવરિટ રસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ શું તમને ખબર છે જૂનાગઢ વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરીનું આ વર્ષે કેટલું ઉત્પાદન થશે? બાગાયત ખેતી કરતા ખેડૂતોના મતે આ વર્ષે કરીની કેટલી ઉપજ થશે ખેડૂતોને પુરતા બજાર ભાવ મળશે કે કેમ... ફળોનો રાજા કેસર કેરીને હવામાન લીધે ઊત્પાદન પર કેટલી અસર પડશે તે સંદર્ભે વાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે જાણવા મળી રહ્યું છે કે, જૂનાગઢની કેસર કેરી પર આ વર્ષે દરેક પાસાઓની માઠી અસર પડી છે. આ વર્ષે 30 ટકા નુકસાની થયેલ હોવાનું જાણવા મળ્યું છે. જેના પરિણામે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો નોંધાશે અને કેરી બજારમાં મોડી અને મોઘી આવશે.


કેરી પકવતા ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે 15 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં કેરીની હરાજી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કેરી બજારમાં એક સપ્તાહ મોડી અને મોઘી આવશે, કારણ કે, આ વર્ષે કમોસમી વરસાદની અસર કેરીના ઉત્પાદન ઉપર પડી છે.


વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કેરીની સિઝન એપ્રિલ મહિનામાં આવે છે, જેમાં પહેલા રાઉન્ડમાં તાલાલા, ધારી, સોમનાથ પંથકની કેરીની આવક થાય છે, ત્યાર બાદ વંથલી, મેંદરડા, ટીનમસ, શાપુર, ધણફૂલીયા પંથકની કેરી આવે છે. તેમાય આ વર્ષે વાવઝોડાને લીધે વંથલી પંથકની કેરી એક મહિનો મોડી આવશે.


નોંધનીય છે કે, આમ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેરીની ઓછા-વત્તા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, પરંતુ સૌથી વધુ વાવતેર સૌરાષ્ટ્ર-કચ્છમાં થાય છે, સાઉથ ગુજરાત, મિડલ ગુજરાત અને નોર્થ ગુજરાતની સરખામણીએ બમણું વાવતેર સૌરાષ્ટ્ર-કચ્છના 12 જીલ્લાઓમાં થાય છે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઓછુ વાવતેર અને ઉત્પાદન ઓછુ થવાથી કેરી મોઘી અને મોડી આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube