શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: દિવાળીના તહેવારને લઈને પશુપાલકોને સાબરડેરીએ રૂપિયા 10નો ભાવ વધારો જાહેર કરીને ભેટ આપી છે. જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ પશુપાલકોને એક મહિનામાં રૂ 4 કરોડ વધુ ચૂકવવા પડશે. સાબરડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 11 નવેમ્બરથી અમલમાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પહેલા જ પશુપાલકોને ફાયદો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ના નિયામક મંડળ દ્વારા આજે પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. દિવાળીના તહેવાર પહેલા જ પશુપાલકોને ફાયદો થાય તે માટે સાબરડેરી દ્વારા ખરીદ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા નો ભાવ વધારો કરવામાં આવે છે. સાબરડેરી દ્વારા 830 પ્રતિ કિલો ફેટે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા. જેની સામે દસ રૂપિયા ભાવ વધારો કરતા 840 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવશે. 


સાબરડેરીએ ચોથીવાર દૂધના ભાવમાં કર્યો વધારો
સાબરડેરી દ્વારા જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં ચાર વખત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થી અંદાજિત 28 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે જોકે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ સાબરડેરી દ્વારા દૂધ ખરીદવામાં આવતું હોય છે તે તમામ દૂધ 45 લાખ લિટર થાય છે.


3 લાખ પશુપાલકોને એક મહિનામાં રૂ 4 કરોડથી વધુ ચુકવાશે
એટલે કે સાબરડેરી દ્વારા કુલ દૈનિક 45 લાખ લિટર દૂધ સંપાદિત કરવામાં આવતું હોય છે. સાબરડેરી નવો ભાવ અમલમાં આવ્યા બાદ સાબર ડેરી 4 કરોડ રૂપિયા જેટલા રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવશે આગામી સમયમાં પણ દૂધની ક્ષમતાને ધ્યાને લઈ ભાવ વધારો કરવામાં આવશે.