આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
અમદાવાદ મેટ્રો હવે શહેરની નવી ઓળખ બની છે. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 18 ડિસેમ્બર, 2024 નાં રોજ એક મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન `Ahmedabad Metro (Official)` લોન્ચ કરવામાં આવી છે.
Ahmedabad Metro Train: શહેરમાં હજારો લોકો માટે વરદાનરૂપ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધા કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને એક ખુશખબર મળી રહ્યા છે. જી હા...મેટ્રો ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોને હવે ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભું રહેવું નહીં પડે. મુસાફરો હવે મોબાઇલમાંથી ટિકિટ મેળશી શકશે. GMRC દ્વારા “Ahmedabad Metro (Official)” મોબાઇલ ટિકિટિંગ એપ લોન્ચ કરાઇ છે.
ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી ગુજરાતમા લોકો ઠરી ગયા! ઠંડી અંગે અંબાલાલે શું કરી આગાહી
GMRC એ લોન્ચ કરી મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન
મહત્વનું છે કે અમદાવાદ મેટ્રો હવે શહેરની નવી ઓળખ બની છે. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 18 ડિસેમ્બર, 2024 નાં રોજ એક મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન 'Ahmedabad Metro (Official)' લોન્ચ કરવામાં આવી છે. આ એપનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાનાં મોબાઇલ થકી મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે. ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ ક્રેડિટ કાર્ડ તેમ જ UPI મારફતે કરી શકાશે. આ મોબાઇલ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.
દૈનિક રાશિફળ 19 ડિસેમ્બર: ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો, આવક વધારવાના પ્રયત્નો સફળ થશે
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે હાલ ઉપલબ્ધ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં જણાવ્યા અનુસાર હાલ આ સુવિધા એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એવેલેબલ છે, પરંતુ 23/12/2024 થી iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થઈ જશે.
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
નોંધનીય છે કે, અત્યાર સુધી મુસાફરોએ ફરજિયાત પણે સ્ટેશન પર જઈને મેટ્રોની ટિકિટ ખરીદવી પડતી હતી. પરંતુ હવે આ ટિકિટિંગ એપનાં માધ્યમથી મુસાફરો પોતાનાં મોબાઇલ થકી ગમે ત્યાંથી આંગળીના ટેરવે સરળતાથી ટિકિટ બુક કરી શકશે.