ઝી બ્યુરો/અમદાવાદ: તલાટીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં કુલ 17 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી, ગૌણ સેવા પસંદગી મંડળની સૌથી મોટી જાહેરાત


તમને જણાવી દઈએ કે, અગાઉ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજાશે તેવા અહેવાલ વહેતા થયા હતા. પરંતુ હવે 30 એપ્રિલના બદલે 07 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. એવું કહેવાઈ રહ્યું છે કે પરીક્ષાના કેન્દ્રો સમયસર ના મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે.


બે કલાકની આગમાં બે કરોડનું નુકસાન, ગોંડલમાં 5 હજાર મણ મરચાં બળીને ખાખ


અગાઉ GPSSB ચેરમેન હસમુખ પટેલનું મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા અંગે 3 દિવસમાં નિર્ણય થશે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય થશે. પરંતુ પૂરતા કેન્દ્ર મળશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજાશે. પૂરતા કેન્દ્ર નહીં મળે તો 30 એપ્રિલે પરીક્ષા નહીં યોજાય. આ અંગે આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તલાટીની પરીક્ષા અંગે એક નવી તારીખની જાહેરાત કરાઈ છે.


અફઘાન પ્રોડક્ટ લખેલા પેકેટ કચ્છના દરિયા કિનારે મળ્યાં, ખોલીને જોયું તો નીકળ્યું ચરસ


નોંધનીય છે કે, જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે તલાટીની પરીક્ષા પંચાયત વિભાગની પ્રાથમિકતા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું. તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય 3 દિવસમાં લેવાશે.