ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. કોરોનાને કારણે અમદાવાદમાં અફરાતફરી મચી છે. કોરોનાના કેસ વધતા હવે શહેરમાં ઠેર-ઠેર ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી રહ્યાં છે. તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં માર્ગો પર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ફરીથી શહેરમાં કોરોના ડોમ દેખાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશન દ્વારા મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેસ્ટિંગ ડોમ ઉપર ભીડ વધતા મહત્વનો નિર્ણય લેવાયો છે. વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ટેસ્ટિંગ ડોમ ઉપર હવેથી વધુ કીટ આપવામાં આવશે. અત્યાર સુધી 50 કીટ અપાતી હતી, હવે 100 થી વધુ કીટ આપવામાં આવશે. ટેસ્ટિંગ ડોમ ઉપર સાંજે 4.30 સુધી કોરોના ટેસ્ટ થઈ શકશે. જ્યારે AMC ના 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર રાતના 10 વાગ્યા સુધી ટેસ્ટ થશે. તમામ 10 સેન્ટરો પર ટેસ્ટિંગ સમયની સૂચના મુકવાની રહેશે. કારોબારી સમિતિમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.


ગુજરાતમાં ત્રણ દિવસ કહેર મચાવશે વરસાદ, દરિયો તોફાની બનશે, આગામી સમયમાં કેવી કૃદરતી આફતો આવશે?


રાજ્યમાં કોરોના વિસ્ફોટ થઈ ચૂક્યો છે. કોરોનાની ત્રીજા વેવની આશંકા સેવવામાં આવી રહી હતી, જે હવે ધીમેધીમે સાચી સાબિત થઈ રહી છે. દરરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં કોરોના સામે લડવા માટે કોરોના વેક્સિનેશન એકમાત્ર આપણી પાસે ઉપાય છે. બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે, કોરોના વેકસીનના બીજા ડોઝ મામલે AMC હવે ધડાધડ નિર્ણયો કરવા માંડ્યું છે. આજે પુનઃ મહત્વનો નિર્ણય લેવાયો છે.


અમદાવાદમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું
અમદાવાદ AMC એ શરૂ કરેલા ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. કોરોનાના લક્ષણો ધરાવતા લોકો હવે સામે ચાલીને તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ડોમ પર જઈને ટેસ્ટ કરાવી રહ્યાં છે. રેપીડ ટેસ્ટ બાદ પણ જો લક્ષણો જાણાય તો તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ રિફર કરવામાં આવે છે. તંત્ર દ્વારા અમદાવાદમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું. જ્યારે અન્ય કોરોનાના દર્દીઓ હવે સીધા સીટી સ્કેન કરાવતા થયા છે.


અમદાવાદના માથે 'કોરોનાની ત્રીજી ઘાત'; હજુ કડકાઈ વધશે!, DRDO ની ધન્વંતરિ હોસ્પિટલ સ્ટેન્ડ બાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube