ઉદય રંજન/ અમદાવાદ: યુવતીની છેડતી અથવા યુવતી પાછળ યુવક એક તરફ પ્રેમમા પડયાના અનેંક કિસ્સા તમે જોયા અને સાંભળ્યા હશે. જો કે યુવક પાછળ યુવતી એક તરફી પ્રેમ પડયાનો કિસ્સો પહેલી વાર કદાચ સાંભળશો. જીહા અમદાવાદના શાહીબાગમા એક યુવતી પરણિત યુવક પાછળ એવી પડી કે, યુવતીએ પોલીસ સામેં જ હાથની નસો કાપી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનતા કોંગ્રેસનો કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિં દે: પ્રશાંત વાળા


અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમા મનીષા ઝાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ રઘુનાથ ઝા શૌચાલયમાં નોકરી કરી છે. ત્યાં સામે કડીયાની ચાલીમા રહેતી એક યુવતી ઉર્મિલા પટણી રહે છે. જે તેના પતિ રઘુનાથ ઝા સામે દરોજ બીભત્સ અને ગંદા ઈશારા કરી રહી છે. આ યુવતી રઘુનાથ ઝાને આ યુવતી કહી રહી છે કે તેની પત્ની ને છોડી તે પોતાની સાથે રહેવા લાગે. 


ગાંધીનગર SOG એ MD ડ્રગ્સ સાથે ઝડપ્યો એક આરોપી, 7.47 લાખનો માલ કબજે


યુવતીથી આ દંપતી એટલું કંટાળી ગયું હતું કે, તેને સમજવાનું નક્કી કર્યું હતું. રવિવારે આ દંપતી યુવતી ઉર્મિલા પટણીને સમજવા માટે ગયા હતા. જો કે યુવતીએ પત્ની મનીષા સાથે  મારા મારી કરી અને બ્લેડથી હુમલો કરી નાખ્યો હતો. જેના પગલે આખો મામલો શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો. જેથી આખરે શાહીબાગ પોલીસ સ્ટેશને યુવતી સામે ગુનો નોંધી ધરપકડ કરીને કાયદાકીય પ્રકિયા શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube