જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના ઉપરાંત હવે ચિકનગુનિયાનો કહેર
* જૂનાગઢના વિસાવદરમાં ચિકનગુનિયાના કેસો
* એક તરફ કોરોના વાઈરસ અને બીજી તરફ ચિકનગુનિયા
* વધતાં જતાં ચિકનગુનિયાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ
* આરોગ્ય વિભાગ હરકતમાં, સર્વે અને ફોગીંગની કામગીરી શરૂ
* મચ્છરજન્ય રોગ સામે તંત્રની સક્રીયતા અને લોકોમાં જાગૃતતા જરૂરી
જૂનાગઢ : શહેરના વિસાવદરમાં ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. એક તરફ કોરોના વાઈરસ અને બીજી તરફ ચિકનગુનિયાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વધતાં જતાં ચિકનગુનિયાના કેસોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આાવ્યું છે. ડોર ટુ ડોર સર્વે અને ફોગીંગ સહીતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લાના વિસાવદર શહેરમાં ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. હાલ એક તરફ કોરોના વાઈરસ છે અને બીજી તરફ ચિકનગુનિયા વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. વિસાવદર શહેરના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં તો 25 જેટલા ચિકનગુનિયાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને ડોર ટુ ડોર સર્વે તથા પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારના દરેક ઘરોમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
રાજ્યનાં સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક ભાવનગર-અમદાવાદ હાઇવે બિસ્માર, સરકારના ઠાગાઠૈયા
આરોગ્ય તંત્રના મતે હજુ સુધી ચિકનગુનિયાના કોઈ પોઝીટીવ કેસ નોંધાયા નથી, પરંતુ લોકોમાં ચિકનગુનિયાના લક્ષણો જોવા મળતાં હોય, હાલ કેસો તરીકે સારવાર કરવામાં આવી રહી છે અને લોકો સાજા થઈ રહ્યા છે, ચિકનગુનિયાનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય તંત્રની કામગીરી સાથે સ્થાનિક નગરસેવકો પણ કામે લાગી ગયા છે અને પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકોને મચ્છરથી બચવા અપીલ કરી રહ્યા છે.
સરકારની "મા અમૃત્તમ કાર્ડ" યોજના બંધ નહી થાયઃ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ સત્યથી વેગળો
ચિકનગુનિયા મચ્છરજન્ય રોગ છે અને ચોખ્ખા પાણીમાં આ મચ્છરનો ફેલાવો થાય છે તેથી ઘરોમાં પડતર પાણી ન રહે તેની લોકો તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે, લોકોમાં પણ જાગૃતતા છે પરંતુ આ અંગે હજુ સક્રીયતા આવે તેવું વિસાવદર વાસીઓ માની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube