ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ઉપરાંત આઇ.ટી અને સોશિયલ `મીડિયા` સેલની જાહેરાત, અનેક નવા ચહેરાને સ્થાન
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા આજે નવા સંગઠનનાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા તથા આઇ.ટી અને સોશિયલ મીડિયા સેલનાં કન્વીનર તથા સહ કન્વીનરનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે કેટલાક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત કેટલાક એવા ચહેરાઓને પણ સ્થાન અપાયું હતું જે મુખ્ય રાજનીતિમાં ક્યારે ચમક્યાં પણ નથી કે ક્યાંય જોવા પણ મળ્યા નથી.
અમદાવાદ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા આજે નવા સંગઠનનાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા તથા આઇ.ટી અને સોશિયલ મીડિયા સેલનાં કન્વીનર તથા સહ કન્વીનરનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે કેટલાક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત કેટલાક એવા ચહેરાઓને પણ સ્થાન અપાયું હતું જે મુખ્ય રાજનીતિમાં ક્યારે ચમક્યાં પણ નથી કે ક્યાંય જોવા પણ મળ્યા નથી.
નવી ટુરિઝમ પોલિસી જાહેર કરતા CM રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ થાય
જો પદાધિકારીઓની વાત કરીએ તો ડૉ. ભરતભાઇ બોધરાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. જયશ્રીબેન લીલાધર દેસાઇને પ્રદેશ મંત્રી, યમલ વ્યાસને પ્રદેશ મુખ્યપ્રવક્તા બનાવાયા હતા.યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા પ્રભારી બનાવાયા છે. કિશોર મકવાણા પ્રદેશ સહ મીડિયા પ્રભારી બનાવાયા છે. નિખીલ પટેલને પ્રદેશ કન્વીનર આઇ.ટી સેલ બનાવાયા છે. સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા બનાવાયા છે. મનન દાણીને પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યા છે.
જાણો ગુજરાતને મળેલી વેક્સીનની તમામ માહિતી, એક્સપાયરી તારીખથી લઈને ઘણું બધું...
અત્રે ઉલ્લેખનીય છે કે, 7 જાન્યુઆરીએ ભાજપ દ્વારા માળખાનાં પ્રથમ તબક્કાનાં નામ જાહેર થયા હતા. જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું હતું. આ ટ્રેન્ડ બીજી યાદીમાં પણ યથાવત્ત રહ્યો હતો. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સીઆર પાટીલની આ ટીમમાં 22 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીઆર પાટીલની નવી ટીમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. જો કે, આ આગાઉની ટીમમાં 11 પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. ત્યારે આ વખતે 7 જ ઉપાધ્યક્ષ રાખવામાં આવ્યા છે. આઈ કે જાડેજા સહિત સિનિયર નેતાઓની પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી બાદબાકી કરવામાં આવી છે. જ્યારે ગોરધન ઝડફિયાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનો પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સમાવેશ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube