અમદાવાદમાં એક જ પરિવારના 4ની હત્યા, હત્યારો બેભાન છોડીને નાસી છુટ્યો તડપી તડપીને ગયા 4 જીવ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ધજજીયા ઉડાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઓઢવ વિસ્તારમાં 4 લોકોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો હતો. ચાર દિવસ અગાઉ આ પરિવારની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં 4 લોકોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો હતો. ચાર દિવસ અગાઉ આ પરિવારની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે.
13 વર્ષની ટેણી અનેક ભાષાઓમાં ગીત ગાય છે, 80 થી વધારે ગીત તો કંઠસ્થ છે
આજે ઘરની બહાર ખુબ જ દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે દરવાજો ખોલતા જ આભી બની ગઇ હતી. ઘરના ચાર રૂમમાં ચાર લોકોનાં મૃતદેહ પડ્યા હતા. જ્યારે ઘરનો મોભી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ પ્રાથમિક તપાસમાં તો હત્યા ઘર કંકાસમાં થઇ હોવાનું માની રહી છે. જો કે ઓઢવ વિસ્તારમાં સામુહિક હત્યાકાંડથી ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યોને હથિયારના તિક્ષ્ણ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જો કે હથિયારના ઘા માર્યા બાદ બેભાનાવસ્થામાં જ તેમને છોડીને હત્યારો ફરાર થઇ ગયો હોવાનું અનુમાન છે. બેભાનાવસ્થામાં જ તમામ લોકો મોતને ભેટ્યા હોઇ શકે છે.
GUJARAT CORONA UPDATE: 5 નવા કેસ, 89 રિકવર થયા, એક પણ મોત નહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી ઓઢવ ખાતે રહેવા માટે આવ્યા હતા. 4 દિવસ પહેલા હત્યા થઇ ગઇ હતી. ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. ઉપરાંત ચારેયના મૃતદેહ પર હથિયારના ઘા ના નિશાન મળ્યા. પોલીસે વિનોદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી રહી છે. થોડા દિવસો અગાઉ વિનોદને પોતાની સાસુ સાથે ઝગડો થયો હતો. આ ઝગડામાં પણ વિનોદે પોતાના સાસુને છરી મારી દીધી હતી. જો કે સાસુએ પોતે નીચે પડી ગયા હોવાનું કહીને સારવાર લીધી હતી. સાસુએ સમયે સારવાર સમયે પોતે પડી ગયા હોવાનું કહી લીધી હતી સારવાર લીધી કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી.
એસટી બસનો ડ્રાઇવર જ અમદાવાદને પુરો પાડતો હતો દારૂ, પોલીસે સરકારી બસ ચેક કરતા જે સામે આવ્યું...
મૃતકોની યાદી...
સોનલ મરાઠી
પ્રગતિ મરાઠી
ગણેશ મરાઠી
સુભદ્રા મરાઠી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube