અમદાવાદ : છેલ્લા લાંબા સમયથી પોલીસ પર હૂમલાની ઘટનાઓમાં ખુબ જ મોટો ઉછાળો આવ્યો છે. થોડા સમય અગાઉ નરોડામાં પોલીસ કર્મચારીને દોડાવી દોડાવીને માર્યા હતા. ત્યારે હવે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક કર્મચારીને રિક્ષા ચાલકે લાફા ઝીંકી દીધાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.શહેરના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક કર્મચારીને રિક્ષા ચાલકે બે લાફા ઝીંકી દીધાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવડીયામાં માર્ગ અને મકાન મંત્રીની મોટી જાહેરાત, સી પ્લેનથી માંડી રોડ રસ્તા તમામ સમસ્યાઓ થશે દુર


પોલીસ પર હૂમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ શહેરના એક ટ્રાફિક કર્મચારી સાથે રિક્ષા ચાલક મારામારી કરી રહ્યો છે. આ વીડિયોના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વીડિયો જમાલપુરનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં જોવા મળ્યું કે, એક વ્યક્તિ ઉશ્કેરાઇને પોલીસ કર્મચારીને લાફા ઝીંકી દે છે. તેમ છતા પોલીસ કર્મચારીને ઝડપી રાખે છે અને કોઇ ગેરવર્તણુંક કરતો નથી. 


ભાજપની આ એક બેઠક નક્કી કરશે કે કેટલી સીટો આવશે? ચાણક્ય ગણાતા અમિત શાહ પણ રહેશે હાજર


આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટ્રાફિકમાં વાહન રોકવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન આ વીડિયો છે. જે અંગે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. આ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube