અમદાવાદમાં દુકાનદાર રજી અહેમદે બાળકીને ચોકલેટના બહાને અંદર ખેંચી લીધી અને બચકા ભર્યા
ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતીની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જૂના બાપુનગરના મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા માટે ગઇ ત્યારે દુકાનદારે બાળકીના ગાલે બચકું ભીર લીધું હતું.
અમદાવાદ : ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતીની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જૂના બાપુનગરના મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા માટે ગઇ ત્યારે દુકાનદારે બાળકીના ગાલે બચકું ભીર લીધું હતું. ઘટના અંગે બાળકીએ ઘરે આવીને માતાને જાણ કરી હતી. બાળકીના દાદાએ દુકાનદારને ઠપકો આપતા માફી માંગી હતી. જો કે પરિવારે રખિયાલ પોલીસે ફરિયાદ નોંધીને દુકાનદાર રજીઅહેમદ શેખની ધકપકડ કરી હતી.
આધારકાર્ડ ન હોય તો સાવધાન! જો આધારકાર્ડ નહી હોય તો નહી મળે Coronavirus ની વેક્સીન !
જૂના બાપુનગર વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે આઠ વર્ષની બાળકી પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા તે પોતાનાં ઘરની નજીક આવેલી દુકાને ચોકલેટ લેવા માટે ગઇ હતી. તે વખતે દુકાનદાર રજી અહેમદે તેનો હાથ પકડીને તેને દુકાનમાં ખેંચી લીધી હતી. ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. જેમાં બાળકીને ગાલના ભાગે ઇજાના નિશાનો જોઇને પરિવારે પુછપરછ કરી હતી. બાળકીએ સમગ્ર ઘટના અંગે પોતાનાં પરિવારને જાણ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પરિવાર પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
આ બાબતે ઠપકો આપતા બાળકીનાં દાદા દુકાનદારને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા. જો કે દુકાનદારે આ બાબતે તેઓની માફી પણ માંગી હતી. પરંતુ પરિવારે આવી ઘટના ભવિષ્યે ક્યાંય નહી થાય ત્યાં સુધી દુકાનદારને આ બાબતે માફી માંગી હતી. જો કે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફરિયાદ નોંધી હતી. ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube