ઉદય રંજન/ અમદાવાદ : ગ્રાહકએ કરિયાણાના પૈસા ન ચૂકવતા બદલામાં વેપારીએ ગેરકાયદેસર હથિયાર કબ્જે કરીને વેચવા કાઢ્યા હતા. જો કે હથિયાર વેચાય તે પહેલા જ વેપારીને પોલીસનો ભેટો થઇ ગયો હતો. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ સિંગરવા શાક માર્કેટ નજીકથી નરેશ મેવાડા નામના એક શખ્સની એક દેશી તમંચા અને એક પીસ્ટલ અને 06 કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આગમી રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા ઝળવાઇ રહે અને હથિયારોની હેરાફેરી કરનારા તત્વોને દબોચી લેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલો શખ્સનું નામ છે નરેશ મેવાડા. આરોપી મૂળ કારીયાણાનો વેપાર કરે છે. તેના જ વિસ્તારમાં રહેતા રૂસ્તમમિયાં નામના વ્યક્તિએ તેની પાસેથી કરીયાણું ઉધાર પર લીધું હતું. તે પૈસા ભરપાઈ નહિ કરી શકતા નરેશ મેવાડાને હથિયાર આપ્યા હતા. બાદમાં આ નરેશ મેવાડા આ હથિયારના ફોટા પાડીને આસપાસમાં બતાડતો હતો કે હથિયાર છે કોઇને કશું કામ કરવું હોય તો કહેજો.


SOG ક્રાઇમબ્રાંચની ટિમ આગામી રથયાત્રા અનુસંધાને અસામાજિક તત્વો અને ઘાતકી હથિયારો લઇને ફરતા લોકોને શોધી રહી હતી. તે દરમિયાનમાં નરેશ મેવાડા પાસે ભારતીય બનાવટની બે પિસ્તોલ અને છ કારતુસ હોવાની માહિતી મળી. જેના આધારે SOGની ટીમેં વોચ ગોઠવી હોઠો પાસે આવેલા સિંગરવા શાક માર્કેટ નજીકથી આરોપી નરેશ મેવાડાને બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે રુસ્તમ પાસેથી બાકી લેણા ન મળતા તેણે નરેશને રૂપિયાના બદલામાં બે પિસ્તોલ અને આ કારતૂસ આપ્યા હતા. એસ.ઓ.જીમાં પકડાયેલા આરોપી નરેશ મેવાડાને થયું કે તે આ પિસ્તોલ અને કારતૂસ ઊંચા ભાવે વેચીને નફો મેળવશે. જેથી નરેશે અલગ અલગ લોકોને પિસ્તોલ અને કારતૂસ ખરીદવા માટેની વાતો કરી હતી. દરમિયાનમાં આ બાબતની હકીકત એસઓજી ક્રાઈમ મળતા પોલીસે આરોપીને ગેરકાયદેસર બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો.


એસ.ઓ.જી ક્રાઇમના સકંજામાં ઝડપાયેલો નરેશ મેવાડા જાણતો નહોતો કે તે જે ગેરકાયદેસર હથિયાર વેચવા નીકળ્યો હતો તેનાથી કેટલાક ગંભીર ગુનાને અંજામ આપી શકાય. તેમાં પણ જ્યારે રથયાત્રા ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નરેશની ધરપકડ કરી લીધી. સાથે સાથે નરેશને હથિયાર આપનારો રુસ્તમમિયા કે જે મુળ બિહારનો છે તે હથિયાર અને કારતૂસ ક્યાંથી લાવ્યો અને તેની પાછળ તેના શું બદ ઈરાદા છે શ્રી જાણવા માટે પોલીસે ધરપકડની કવાયત હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube