અમદાવાદ : શહેરમાં લગ્ન બાદ પરિણીતા પર ત્રાસ ગુજારવાનો એક વધારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના પંદર દિવસની અંદર જ પતિ અને સાસરીયાઓના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના પંદર દિવસ બાદ પતિનો ધંધો કરવા માટે પત્નીને પિયરમાંથી રૂપિયા પાંચ લઇ આવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ અપાયો છે. જાન્યુઆરીમાં સસરાના દીકરાએ ધમકી આપી કે જો તું મારી પત્ની હોત તો તને જીવતી સળગાવી દેવામાં આવી હોત તેવું જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: નૂપુર શર્માના ખભે બંદુક મુકી દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ? રોજેરોજ નમાજ બાદ એકાદુ શહેર ભડકે બળે છે


શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયા વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન ગત્ત વર્ષે શાહીબાગના એક યુવાન સાથે થયા. જો કે સાસરિયાઓએ લગ્નના પંદર દિવસ સુધી સાચવી હતી પરંતુ ત્યાર બાદ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ બિભત્સ ગાળો આપીને તેની સાથે મારઝુડ કરતો હતો. પતિએ ધંધો કરવો છે માટે પત્નીને પિયરમાંથી પાંચ લાખ રૂપિયા મંગાવ્યા હતા. આ મુદ્દે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 


અબ તો યુપી ઓર ઝારખંડ જેસા કરના હે... ગુજરાતના 3 મોટા શહેરમાં નુપુર શર્માનો વિરોધ


કાકા સસરા અને તેના પર ખોટી તાંત્રિક વિધિ કરતા હોવાનો આરોપ પણ પરિણીતાએ લગાવ્યો છે. કાકા પોતાના ભત્રિજાને પણ ઉશ્કેરતા હતા હતા. કાકાએ એકવાર તો કહ્યું કે, મારી પત્ની આવું કરતી હોત તો હું તેને જીવતી સળગાવી દીધી હોત. તુ કેમ ઢીલો પડે છે. જો કે આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી મહિલા દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube