ઉદય રંજન, અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર સતત સવાલો ઉઠી રહ્યાં છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા નથી. અવારનવાર મહિલાઓ સાથે ગુનાઓની ઘટના સામે આવતી રહે છે. હજુ તો સુરતમાં જાહેરમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી, તે વાત જૂની નથી. ત્યારે અમદાવાદમાં પોલીસ સ્ટેશનથી નજીક જ એક મહિલાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફથી પ્રેમમાં મહિલાની જાહેરમાં હત્યા
આજે સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષાની મોટી-મોટી વાતો કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે. ફરી ગુજરાતને શર્મસાર કરનાર ઘટના અમદાવાદમાં બની છે. માધવપુર વિસ્તારમાં પણ એક તરફી પ્રેમમાં પાગલ એક યુવકે જાહેરમાં છરીના ઘા ઝીકી 35 વર્ષીય મહિલાની હત્યા કરી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો.


યુવકે મહિલાને છરીના ઘા માર્યા, ઘટના સીસીટીવીમાં કેદ
આરોપી નવીન રાઠોડ તેમજ મૃત્યુ પામનાર મહિલા આશાબેન બોડાણા બને એક જ વિસ્તારમાં રહે છે. જેના કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.  તે દરમિયાન આ યુવકને આશાબેન સાથે એક તરફી પ્રેમ થયો હતો જોકે આ મહિલાએ તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. જેના કારણે આ યુવક નવીન રાઠોડે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આશાબેન બોડાણા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા હતા ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીંકી જાહેરમાં તેની હત્યા કરી હતી.


આ પણ વાંચોઃ Covid-19 Update: રાજ્યમાં કોરોના કેસમાં સામાન્ય વધારો, એક દર્દીનું મૃત્યુ


આમ વિશ્વ મહિલા દિવસે જ એક મહિલાની જાહેરમાં હત્યા કરવાનમાં આવી અને આજુબાજુના લોકો માત્ર તમાશો જોતા રહી ગયા હતા. જ્યાં મહિલાની હત્યા થઈ ત્યાંથી માત્ર 100 મીટર પોલીસ સ્ટેશન હતું. સુરત બાદ અમદાવાદમાં જાહેરમાં થયેલી મહિલાની હત્યાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે. 


હત્યા કર્યા બાદ આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ઘરે પહોંચી તેણે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આત્મહત્યા કરી તે પહેલાં પરિવારજનોએ તેને બચાવી લીધો હતો. ત્યારબાદ તે ઘરેથી ભાગી ગયો પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube