અમદાવાદ : શહેરના વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બીજા માળે ઘરમાં આગ લાગતા બીજા માળ તેમજ ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર દોડી ગયા હતા. જો કે એક મકાનમાં અશક્ત વૃદ્ધ બહાર નહી નિકળી શકવાનાં કારણે જીવતા જ સળગી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આ ઉપરાંત ફાયર દ્વારા ધાબા પર ફસાયેલા લોકોનું પણ રેસક્યું પણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદારોમાં હાર્દિક પટેલ પ્રત્યે ભારે રોષ, પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ


વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટના બીજા માળે આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી ફાયરબ્રિગેડને મળી હતી. પ્રહલાદનગર ફાયરબ્રિગેડ સ્ટેશનની ગાડીઓ રવાના કરાઇ હતી. આગના આ બનાવમાં એક 58 વર્ષના અશક્તિ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આગ સમયે પરિવારના કામથી બહાર ગયો હોવાથી તેમને બચાવી શકાયા નહોતા. જો કે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવાયો હતો અને લોકોની બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. 


સુરેન્દ્રનગરમાં દેવાયત ખવડને માથાકુટ થતા ફાયરિંગ, 10 લોકો ઘાયલ, ગામમાં પોલીસનો ખડકલો


ફાયરબ્રિગેડના અનુસાર વેજલપુર વિસ્તારના સિદ્ધિ ફ્લેટના લાગેલી આગની ઘટનામાં 58 વર્ષીય જીવણભાઇ સોલંકી નામનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આજે પરિવાર કોઇ કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન આગ ભભુકી ઉઠી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખા ઘરમાં પ્રસરી ગઇ હતી. જેથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ નહોતી. જેના કારણે અશક્ત વૃદ્ધ જીવતા ભડથુ થઇ જતા તેમનું મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube