અમદાવાદમાં ત્રણ ટપોરી બિનકાયદેસર હથિયારો સાથે ક્રાઇમબ્રાંચના હથ્થે ચડી ગયા
રથયાત્રા પહેલા પિસ્તલ, તલવાર, કાર્તિઝ સાથે 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો બારડ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ભાગવામાં સફળ થયો હતો. જો કે ક્રાઇમબ્રાંચે ગણત્રીના કલાકોમાં જ તેને પણ ઝડપી લીધો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમબ્રાંચે કાર્યવાહી આરંભી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : રથયાત્રા પહેલા પિસ્તલ, તલવાર, કાર્તિઝ સાથે 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો બારડ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ભાગવામાં સફળ થયો હતો. જો કે ક્રાઇમબ્રાંચે ગણત્રીના કલાકોમાં જ તેને પણ ઝડપી લીધો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમબ્રાંચે કાર્યવાહી આરંભી છે.
ભરતસિંહનું વેકેશનના બહાને સંપર્ક અભિયાન? જો કે બેનરથી માંડી ખેસ સુધી કોંગ્રેસની બાદબાકી!
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, હત્યા, ધાડ અને લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ નરોડાનો કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ બારડના સાગરીતો સાથે સ્કોર્પિયો અને સ્વીફ્ટ કારમા હથિયારો સાથે કોઈ ગુનાહિત પ્રવુતિને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે અલગ અલગ સ્થળે વોચ ગોઢવીને સુનિલ મારવાડી અને અંકિત શર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર બારડ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ભાગ્યો હતો પરંતુ આખરે તેને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો. ધમા બારડ વિરુદ્ધ 14 જેટલા ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
SHE ટીમ એટલે પોલીસનો માનવીય ચહેરો, રાજસ્થાનથી ભાગેલા બંગાળી બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું
પકડાયેલ આરોપીઓ સુનિલ મારવાડી અને અંકિત શર્મા પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 પીસ્ટલ, 4 જીવતા કાર્તિઝ, 3 તલવારો જપ્ત કરી છે. જોકે આરોપીઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને શેના માટે લાવ્યા હતા તેની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે. સાથે જ મુખ્ય આરોપી ધમા બારડને પકડીને પુછપરછ કરવામાં આવે તો વધારે ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube