અમદાવાદની તમામ સ્કૂલોમાં ભણતરનો નહીં પરંતુ દફતરનો ભાર થશે ઓછો, DEO એ કર્યો આદેશ
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ રજૂઆતને ધ્યાને લઇને તમામ સ્કૂલોની બિનજરૂરી પુસ્તકો ન મંગાવવા આદેશ કર્યો છે. બાળકોના વજનના 10માં ભાગનું બેગનું વજન હોવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ: શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના દફતરનો ભાર વધતો જાય છે સાથે અધધ હોમવર્કનો ભારથી હાલનો વિદ્યાર્થી આ ભણતરના ભારમાં વળી ગયો છે. જ્યારે નિયમ મુજબ અને તજજ્ઞના અભ્યાસ બાદ દફતરનું વજન બાળકના વજનના દસમાં ભાગથી વધુ હોવું જોઇએ નહીં અને હોમવર્ક ધોરણ બાય 10 મીનીટથી વધુ હોવું જોઇએ નહીં.
IND vs WI: કપિલ દેવે ટીમ ઇન્ડીયા પર લગાવ્યો ગંભીર આરોપ, હવે જાડેજાએ આપ્યો આ જવાબ!
બાળકના દફ્તરનું વજન બાળકના વજન કરતા 10માં ભાગનું રાખવા આદેશ કરાયો છે. જી હા...નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ભાર વિનાના ભણતર અંગે કરેલી રજૂઆત બાદ અમદાવાદ DEO એ આદેશ કર્યો છે. સ્કૂલોને બિનજરૂરી પુસ્તકો ના મંગાવવા DEO રોહિત ચૌધરીએ તમામ શાળાઓને આદેશ કર્યો છે.
Treatment of Depression: ડિપ્રેશનથી ગભરાશો નહીં, આજથી જ અજમાવો આ ઘરેલુ ઉપાય
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ રજૂઆત કરી હતી કે, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને એક એક વિષય માટે ત્રણ નોટબુક અને વર્કબુક લાવવા માટે કહેવામાં આવે છે. દફ્તરનું વજન કેટલાક કિસ્સાઓમાં બાળકના વજન કરતા વધારે હોય છે. જેના કારણે બાળકોને પુસ્તક ઉંચકવામાં તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરની સ્કૂલોને લેખિત સૂચના આપવા અપીલ કરી હતી. DEO એ કહ્યું કે RTE ના નિયમ મુજબ 2018માં પણ શિક્ષણ વિભાગે દફ્તરના વજન અંગે તમામને સૂચના આપેલી છે. વિદ્યાર્થીઓ બિનજરૂરી પુસ્તકો ના લાવે તેનું ધ્યાન રાખવા માટે આદેશ કર્યો છે.
ખેડૂતોને નો ટેન્શન! 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ, કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ?
પત્રમાં શું લખ્યું છે?
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું છે કે, એક જાગૃત નાગરિક લેખિતમાં રજૂઆત કરી છે જેને લઇને મેં DEOમાં રજૂઆત કરી છે. ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને એક-એક વિષયના બેથી ત્રણ નોટબુક સાથે અન્ય વર્કબુક મંગાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને બેગમાં વજન વધી જાય છે. જેથી સ્કૂલબેગનું વજન બાળકોની ઉંમર કરતા વધારે હોય છે, તો વિધાર્થીઓની ઉંમર અને શારિરીક બાંધાને ધ્યાને રાખી એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે બાળકોને પુસ્તકો ઉચકવામાં શારિરીક તકલીફ ન થાય.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણનો વ્યાપ ચોક્કસ વધ્યો છે. નવી ક્ષિતિજો પણ વિસ્તરી છે અને સાથોસાથ સ્પર્ધા પણ વધી છે. ત્યારે સતત ટેન્શન અને દાબમાં બાળકને રાખી અપાતું શિક્ષણ એ માત્ર યંત્ર માનવ બની રહેશે. સરકાર પણ આ વાતથી પુરી રીતે વાકેફ છે. માટે જ શિક્ષણમાં ઇત્તર પ્રવૃત્તિ અને સંસ્કારોના સિંચનના પાઠ રાખવાની પહેલ કરી છે પરંતુ દેખાદેખી અને પ્રથમ ક્રમાંક લાવવાની હોડમાં બાળક માથે ભારણ દિવસેને દિવસે વધતું જાય છે જેમાં પ્રથમ સોપાન આવે દફતર શાળાએ બાળક દાખલ થાય ત્યારથી દફતર સાથે હોય છે પરંતુ દફતરનું વજન એટલું વધારી દેવામાં આવે છે કે જાણે બાળક મજુર બની બેસે છે.
અવિશ્વાસના પ્રસ્તાવ પર 8 ઓગસ્ટે લોકસભામાં શરૂ થશે ચર્ચા, PM આ તારીખે આપી શકે છે જવાબ
નોંધનીય છે કે, તબીબોના તારણ જોતા ભારે દફતરના કારણે કરોડના મણકાઓને નુકસાન થઇ શકે છે. વાંકા વળવામાં તકલીફ થાય, સ્નાયુઓ ખેંચાય, કુર્ચાઓને નુકસાન, ઉઠવા, બેસવા, ચાલવામાં તકલીફ, ખંભાના સ્નાયુઓ અને હાડકાને તકલીફ, નાની ઉંમરે સ્પોન્ડી લાઇટીસ અને ઓસ્ટીઓઆયોઇટીસ થઇ શકે છે. જેથી દફતરનું વજન બાળકના વજનના દશમાં ભાગથી વધુ હોવું જોઇએ નહીં.