અમરેલી: જાફરાબાદ શહેરમાં પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા માસ્ક અને જાહેરનામા ભંગના દંડની વધારે પડતી કાર્યવાહીના કારણે વેપારીઓ દ્વારા જાફરાબાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં મેઘસવારી: ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, ધરાઇ ગામે 1 કલાકમાં સાડાત્રણ ઇંચ વરસાદ

સમગ્ર ઘટનાથી જાફરાબાદ મામલતદાર અજાણ
લોકડાઉન દરમિયાન માસ્ક નહી પહેરનારા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વેપારી એસોસીએશન દ્વારા આજે તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેઓએ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જેથી આજે શહેરમાં સજ્જ બંધ પાળવામાં આવ્યો હતો. 


વડોદરા: જુનુ દેવુ ચુકવવા માટે મહિલાએ ઘરેણા ગીરવે મુક્યા, લૂંટનું તરકટ રચ્યું

વેપારીઓનું વિચિત્ર સ્ટેન્ડ કેટલી હદે યોગ્ય
જો કે બીજી તરફ સવાલ ઉઠી રહ્યા છે કે, હાલ કોરોનાની સ્થિતીનાં કારણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો સુધરી નથી રહ્યા તેવામાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં વેપારીઓ દ્વારા આ પ્રકારનું વિચિત્ર સ્ટેન્ડ કેટલી હદે યોગ્ય. આખરે તંત્રની કાર્યવાહી લોકોના સ્વાસ્થય માટે જ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube