ઝી ન્યુઝ, દ્વારકા: રાજ્યમાં મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજ્યમાં વધુ એક નવજાતને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. દ્વારકા પંથકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે. ત્યારે પોલીસ દ્વારા બાળકના માતા પિતાની શોધ ખોળ શરૂ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકાના સલાયા પંથકમાંથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાયામાં તાજું જન્મેલું બાળક ત્યજેલી હાતલમાં મળી આવ્યું છે. સલાયાના બંદર રોડ વિસ્તારમાં જસરયા ચોકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે. ત્યજેલું બાળક રસ્તા પર પડ્યું હોવાનું પોલીસને જાણવા મળતા તાત્કાલીક સલાયા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


આગામી બે દિવસ 8 જિલ્લામાં મેઘરાજા મચાવશે તબાહી! દરિયાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ


ત્યારબાદ બાળકને એમન્યુલન્સમાં ખંભાળિયા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી બાળકને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સલાયા મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ.પટેલે તેમના માતા અને પરિવારની શોધ ખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube