અરવલ્લી: અનુસુચિત જાતિના વરઘોડા મુદ્દે પથ્થરમારો, SP સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ
અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
સમીર બલોચ/મોડાસા: અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
દલિતના વરઘોડા મુદ્દે થયેલા વિવાદમાં પથ્થરમારો થતા પાંચ જેટલા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. દલિતોના લગ્નમાં આવેલું બેન્ડ પણ તોડી નખાયું હતું. બીજા રસ્તા પર વરઘોડો જતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી દીઘી હતી. તંગદિલી વચ્ચે પોલીસનો ટોળાને હટાવવાનો પ્રયાસ કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદ: ચોરીના આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ ફીનાઇલ પીને આપઘાતનો કર્યો પ્રયાસ
મોડાસાના ખંભીસરમાં વરઘોડા મુદ્દે વિવાદ થતા પોલીસ અને બંન્ને જૂથો વચ્ચે જપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આ અંગે વરરાજાના પિતાએ નિવેદન આપ્યું હતું કે, 'આવતીકાલે ફરીથી વરઘોડો કાઢીશું' પોલીસ અને સ્થાનિકો દ્વારા ગ્રામજનોને સમજાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.