અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે પતિએ પત્નીના કૌટુંબિક ભાઈને જીપડાલાથી કચડી નાખવાના પ્રયાસ કરતાં દિયોદર પોલીસ મથકે 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. લાખણી તાલુકાના જેતડા ગામની તળસીબેન વાઘેલાનો 13 વર્ષ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ લવાણા ગામના ભરતભાઈ રાજપૂત સાથે સંબંધ કરેલો હતો. જો કે તળશીબેનને ભરત રાજપૂત ગમતો ન હોવાથી તેવો ત્યાં જવા માંગતા ન હોઈ તેમની વચ્ચે વિવાદ ચાલતાં અગાઉ ભરત રાજપુતે તળશીબેનનું અપહરણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર વાંચ્યા બાદ ગણેશઉત્સવ અને જન્માષ્ટમીનું આયોજન કરો, પોલીસ તમારો વાળ પણ વાંકો નહી કરી શકે


જોકે ત્યાર બાદ થરાદ પોલીસ મથકે ભરત રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ભરત રાજપૂતે પોતાની પત્નીને પરત મેળવવા માટે કોર્ટમાં હેબિયર્સ કોપર્સનો કેસ કર્યો હતો. જોકે તેની પત્નીએ પાલનપુર કોર્ટમાં તેની સાથે રહેવાની ના પાડી પિયરમાં રહેવાનું કહેતા પતિએ તેનું મનદુઃખ રાખીને લવાણા ગામે માતાજીના દર્શન કરવા જઈને ગાડી લઈને પરત ફરતા તળશીબેનના કૌટુંબિક ભાઈ હાર્દિકને અન્ય શખ્સો સાથે મળીને જીપડાલાથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જીપડાલાની ટક્કર માર્યા બાદ હાર્દિક બચી જતા તેને ફરીથી જીપડાલાની ટક્કર મારતા હાર્દિક ગાડીમાંથી ઉતરી ભાગવા જતા તેને પકડીને લાકડીઓ અને ધોકાઓ વડે માર મારતાં તેના પગે અને હાથે તેમજ માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.


શિક્ષક તાલીમની જરૂરિયાત જાણવા માટેનું દેશનું સૌથી મોટું સર્વેક્ષણ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા


યુવકને ગાડી ઉપર જીપડાલું નાખીને તેને મારી નાખવાનો પ્રયાસ કરતાં અને ત્યાર બાદ તેના ઉપર ઘાતકી હુમલો કરતાં યુવકે જીપડાલું ટકરાવતાનો વિડિઓ વાઇરલ કરી તેના બહેનના પતિ સહિત 7 લોકો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને દિયોદર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક ઉપર હુમલો કરતાં પોલીસે 7 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


રાત્રી કર્ફ્યૂમાં જન્માષ્ટમી પુરતી સરકારે આપી મોટી છુટ, ગણેશઉત્સવ અંગે પણ મહત્વનો આદેશ


આરોપીઓના નામ..
(1) ભરતભાઈ કરશનભાઈ રાજપૂત
(2) રમેશભાઈ કરશનભાઈ રાજપૂત
(3) દેવજીભાઈ માનજીભાઈ રાજપૂત
(4) કરશનભાઈ રાજા રાજપૂત
(5) ઠાકરીભાઈ રાજાભાઈ રાજપુત
(6) પીરાભાઈ રાજાભાઈ રાજપૂત
(7) કિરણભાઈ કરશનભાઈ રાજપૂત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube